ચોરવાડ પંથકમાં જુગાર દરોડા : ૧૩ શખ્સોની ધરપકડ

ચોરવાડ પોલીસ સ્ટેશનના હે.કો. ડી.એચ. કોડીયાતર અને સ્ટાફે ખોરાસા ગામ નજીક જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને રૂા.ર,૯૦૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક દરોડામાં ચોરવાડ પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.એસ. કરમટા અને સ્ટાફે વિષણવેલ ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૩,૬ર૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે વિષણવેલ ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં પાંચ શખ્સોને રૂા.૧૭,ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયાના ભંડુરી ગામે જુગાર દરોડો
માળિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ એન.બી.ચૌહાણ અને સ્ટાફે ભંડુરી ગામે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.ર૬,પ૦૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી ૪૧,પ૮૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!