જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂા.૪૯.પ૦૦ના મુદામાલની ચોરી

જૂનાગઢનાં મધુરમ બાયપાસ શ્યામદત એપાર્ટમેન્ટ એ-વીંગ બ્લોક નં.૧૦૧ માં રહેતા નરેશપરી લખુપરી ગોસ્વામી (ઉ.વ.૩૦) (બાપુપાન કોલ્ડ્રીંકસવાળા)એ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે, તા.૧૩-૯-ર૦ર૦ કલાક ૧૮ થી તા.૧૪-૯-ર૦ર૦ કલાક ૧૦ દરમ્યાન ફરિયાદી તથા સાહેદનાં બંધ મકાનમાં કોઈએ ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડા રૂપિયા આશરે ૩૦,૦૦૦/- તથા (ર) સોના વીંટી આશરે ૬,૪૦૦ ગ્રામ જેની કિ.રૂા.૧પ,૦૦૦/- તથા સાહેદના બંધ મકાન (૧) ચાંદીના સાકળા જાેડી નં-૦ર આશરે કિં.રૂા.ર૦૦૦ તથા છોકરાઓનો ગલ્લો રોકડા રૂપિયા આશરે રપ૦૦/- (ર) એસબીઆઈ બેંકની પાસબુક નંગ -૦ર મળી રૂપિયા ૪પ૦૦/-મળી બંને જગ્યાએથી સોના-ચાંદીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૪૯,પ૦૦/- ની કોઈએ ચોરી કરી લઈ જતા ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ સી.ડિવીઝન પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!