જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ જૂનાગઢ દ્વારા ઈ-લોક અદાલતનું આયોજન

0

નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા આગામી તા.ર૬-૯-ર૦નાં રોજ ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને જૂનાગઢ જીલ્લામાં પણ ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મોટર અકસ્માતનાં કેસો, લગ્ન સંબંધી કેસો, ચેક રીટર્ન, બેંક લેણાનાં કેસો વિગેરે જેમાં સમાધાન શકય હોય તેવા કેસો મુકવામાં આવનાર છે. આ ઈ-લોક અદાલતમાં કેસો મુકવા માટે પક્ષકારો એ પોતાના વકીલઓ મારફત આ કેસ મુકવા માટે કાર્યવાહી કરવાની રહેશે. હાલ કોરોના મહામારીને લીધે લોકો એકત્રીત ન થાય તેની તકેદારી રાખવા માટે ઈ-લોક અદાલતનું ખાસ આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લાનાં મુખ્ય જીલ્લા ન્યાયાધિશ કુ. રીઝવાનાબેન બુખારી તેમજ સચિવ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ જૂનાગઢ પી.એમ. અટોદરીયાએ સમગ્ર જીલ્લાની જનતાને આ લોક અદાલતમાં પોતાના કેસ મુકવા અપીલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!