જૂનાગઢ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ૧૩ર કેવી પીજીવીસીએલ તથા ગાંધીગ્રામ સબડીવીઝન દ્વારા વીજ સપ્લાયમાં ભારે ધાંધીયા કરવામાં આવતાં લોકોને ભારે હાલાકી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.
જૂનાગઢ શહેરને વીજ પુરવઠો પાડતા ગાંધીગ્રામ, દાતાર ટેકરી, મોતીબાગ, દાણાપીઠ, જનકલ્યાણનગર, ગાંધીગ્રામ સરકારી આવાસો, પીટીએસ, ટીવી સ્ટેશન, એફએમ રેડીયો સ્ટેશન આવેલ છે. વીજ ફીડરમાં વારંવાર ફોલ્ટની ફરીયાદો હવે રોજીંદી બની ગઈ છે. ગાંધીગ્રામ, ભુતનાથ ફીડરમાં શુક્રવારે ૭ થી ૩ નો વીજ કાપ હતો. ત્યારબાદ પણ વારંવાર વીજ પુરવઠો ખોરવાયો હતો. શનિવારે પણ પાવર સપ્લાયમાં ફોલ્ટ આવ્યો હતો. રવિવાર પણ આજ સ્થિતિ રહી હતી. એટલું જ નહીં છેલ્લા ત્રણ દિવસથી પણ અડધા શહેરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવવાની સમસ્યા જાેવા મળી રહી છે. જૂનાગઢ શહેરનાં અડધા વિસ્તારમાં બીલખા રોડ ઉપર આવેલ ૧૩ર કેવી સબ સ્ટેશનમાંથી પાવર સપ્લાય આપવામાં આવે છે. જયારે બાકીના વિસ્તારમાં ૬૬ કેવી સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો અપાય છે.
ગાંધીગ્રામ ફીડર અંતર્ગત આવતા ગાંધીગ્રામ વિસ્તાર, ડેરી, જલારામ .સોસાયટી, ભુતનાથ, રામનિવાસ, જનકલ્યાણ, દાણાપીઠ, મોતીબાગ સહિતનાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાવવાની સમસ્યા વ્યાપક બની રહી છે. જેના કારણે આ વિસ્તારની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પરંતુ પીજીવીસીએલ કે વહીવટી તંત્રના અધિકારીઓને કંઈ પડી નથી. ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને ઈન્વેટર તેમજ જનરેટર હોવાથી અધિકારીઓની પ્રજાની મુશ્કેલીઓનો અહેસાસ થતો નથી. વારંવાર વીજ પુરવઠો ખોરવાવવાની સમસ્યાથી જુનાગઢની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે આ સમસ્યા માટે જવાબદાર પીજીવીસીએલના તંત્ર સામે જીલ્લા કલેકટર દ્વારા મેજીસ્ટ્રેટરીયલ ઈન્કવાયરી યોજવા માંગણી કરી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews