વેરાવળમાં દસ માસથી સોલાર રૂફટોપના કનેકશનો આપવામાં કંપનીના ઠાગાઠૈયા

0

વેરાવળમાં સોલાર રૂફટોપ કંપની દ્વારા જાહેરાત કર્યાના દસ માસ બાદ પણ કોઇને કનેક્શન ન આપેલ હોવાની ફરીયાદ ઉઠી છે. જયારે કનેકશન આપનારી એજન્સીના કર્મચારીઓના પણ છેલ્લા બે માસના પગાર ન થયા હોવાથી હડતાલ ઉપર ઉતરવાની તૈયારી કરતા હોવાનું જાણવા મળેલ છે. તો શહેરમાંથી કનેકશન લેવા માટે અનેક લોકોએ ડીપોઝીટની રકમ ભરી હોય તે તમામ મુશ્કેલીમાં મુકાયા છે. રાજય સરકાર દ્વારા વિજળી બચાવવા માટે સોલાર રૂફટોપ પેનલ અપનાવવા તથા સબસિડી આપવાની મોટાપાયે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કેટલીક કંપનીઓને કનેકશન આપવા માટેની એજન્સી અપાયેલ હતી. જેમાં વેરાવળ શહેરમાં સનસાઇન સોલાર રૂફટોપ સોલ્યુશન કંપનીને એજન્સી મળી હોય તેમના કર્મચારીઓએ ડીસેમ્બર અને જાન્યુઆરી માસમાં ઘરે-ઘરે માર્કેટીંગ કરી સોલાર રૂફટોપ ફીટ કરવા કનેકશન લેવા માટે સમજાવેલ હતાં. જેમાં અનેક લોકોએ કનેકશન લેવા માટે કંપનીના કર્મચારીઓને રૂા.૧૦ હજારની રકમના ચેકો આપેલ હતા. તે સમયે કંપનીના કર્મચારીઓએ બે માસની અંદર કનેક્શન મળી જશે તેવી બાંહેધરી આપી હતી. ત્યારબાદ ત્રણેક માસ એટલે કે માર્ચ માસ સુધી કોઇને પણ કનેક્શન ન મળેલ હોવાથી તે સમયે પુછપરછ કરવામાં આવતા કંપનીના કસ્ટમરકેરમાંથી કોરોનાને લીધે કામગીરી બંધ હોવાથી થોડો સમય મોડુ થશે અને જુલાઇ સુધીમાં સોલાર પેનલ ફિટ થઇ જશે તેવું જણાવેલ હતુ. પરંતુ આજદીન સુધી કોઇ કાર્યવાહી હાથ ન ધરતા કનેકશન માટે ડીપોઝીટ આપનારા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હજુ પણ કંપનીના લોકો નવી નવી તારીખો જ આપી દસ મહિના જેવો સમય પસાર કરાવી દીધો છે. આ સોલાર પેનલ આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે કે કેમ ? તે પ્રશ્ન ગ્રાહકોના મનમાં ઉઠેલ છે. હાલ તો સોલારના કનેકશનના નામે લાખો રૂપીયાની રકમ લઇ કંપની કોઇ સંતોષકારક જવાબ ન આપતી હોવાથી લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. આ બાબતે રાજય સરકારે તાકીદે નોંધ લઇ લોકોને સોલાર રૂફટોપના કનેકશનો વ્હેલીતકે મળી જાય તેવી કાર્યવાહી કરવાના આદેશો કરવા લોકો માંગણી કરી રહયા છે. આ બાબતે તાત્કાલીક કોઇ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ગ્રાહકો દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડનાર હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!