દ્વારકાધીશનાં જગતમંદિરમાં કુંડલા ભોગ મનોરથની વણઝાર

દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં સતત ત્રણ દિવસ સુધી કુંડલા ભોગ મનોરથ યોજાઈ ગયેલ હતો. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહેલ હોય જેથી વૈષ્ણવ પરિવારના સહયોગથી યોજાયેલા કુંડલા ભોગ ઉત્સવ દરમ્યાન ભાવિકો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવેલ હતું. દ્વારકાધીશના જગત મંદિરમાં થતી નિત્ય આરતી તથા દર્શનનો લાભ ભાવિકોને મળે તે માટે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની વેબસાઈટ ઉપરથી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ભાવિકો માટે કરવામાં આવેલી છે. ત્રણ દિવસ સુધી યોજાયેલા કુંડલા દર્શન મનોરથનો લાખો ભાવિકોએ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન લાભ લીધો હતો. નોંધનીય બાબત એ છે કે, મંદિરના દ્વારા ભાવિકો માટે ખુલ્લા થતા હવે ધીમે ધીમે ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!