મહિલાને સતાવતા ઘરેલું હિંસા, દહેજ શોષણ જેવા પ્રશ્નોનું થશે સમાધાન

સામાન્ય રીતે મહિલાઓ ઉપર ઘરેલું હિંસા, દહેજ શોષણ સહિતનાં અત્યાચારોને ડામવા માટે સરકાર દ્વારા અનેક કડક પગલા લેવામાં આવે તેમ છતા પણ આવા બનાવો અટકતા નથી. ત્યારે હવે મહિલાઓને સતાવતા આવા પ્રશ્નોનાં સમાધાન અને પગલા લેવા માટે ગુજરાત રાજય આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘનો સંપર્ક સાધવા જણાવ્યું છે. મહિલા ઉપર થતા અત્યાચારોને રોકવા માટે અનેક હેલ્પલાઈન શરૂ કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજય આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘનાં ડાયરેકટરએ જણાવ્યું છે કે મહિલાઓને સતાવતા પ્રશ્નો જેવા કે ઘરેલું હિંસા, દહેજ શોષણ, મારકુટ સહિતનાં વિવિધ પ્રશ્નોનાં સમાધાન અને કાર્યવાહી માટે સંપર્ક સાધવા જણાવ્યું છે જેનો નંબર ૯૮ર૪૮૧૭પપ૩ છે. જે કોઈ મહિલા ઉપર અત્યાચાર થતો હોય તેમને આ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે અને તેનું સુખદ સમાધાન થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!