જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફના નાથાભાઈ, દેવેનભાઇ, ભરતભાઈ, લખમણભાઇ, નરેન્દ્રભાઇ, જૈતાભાઈ સહિત પોલીસની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પકડાયેલ આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ (જાતે રબારી ઉવ. ૩૩ રહે. સરગવાડા ગામ તા.જી. જૂનાગઢ)ની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે-ત્રણ મારામારીના ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ ૨૦૧૩ની સાલમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન તથા રાયોટિંગ ૧ કેસમાં, ૨૦૧૫ ની સાલમાં પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, ગંભીર ઇજા, ૧૧૦ તેમજ હદપાર સહિતના પાંચ કેસમા, ૨૦૧૬ની સાલમાં ધમકી, મારામારી, તોડફોડ સહિતના બે ગુન્હાઓમાં, ૨૦૧૭ ની સાલમાં અટકાયતી પગલામાં ૩ વખત, ૨૦૧૮ની સાલમાં અપહરણ, ખૂનની કોશિષના ૧ ગુન્હા મળી કુલ ૧૨ વખત ગુન્હાઓમાં તથા અટકાયતી પગલાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ પોતાના દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચરેલા છે તેવી કબૂલાત કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews