જૂનાગઢના ગલિયાવાડ ગામે એક વેપારીને પેન્સીલ બનાવવાનું મશીન આપી, જાેબવર્ક આપવાની લાલચ આપી રૂા. ૧ લાખની છેતરપિંડીની ફરિયાદને પગલે પોલીસે આરોપીને સુરતથી ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ગામે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ગોપાલભાઈ બુટાણીએ આરોપી રોહિતભાઈ બેચરા વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાને આરોપીએ પેન્સિલ બનાવવાનું મશીન આપી, જાેબવર્ક આપવાની લાલચ આપી, રૂપિયા એક લાખની છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ કરવામાં આવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડી વિશ્વાસઘાત અંગે ગુન્હો નોંધી, તપાસ તાલુકા પીએસઆઇ એસ.એન. સગારકા, હે.કો. આર.એન. બાબરીયા સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
આ છેતરપીંડીના ગુન્હાના આરોપીએ બીજા શહેરોમાં ગુન્હાઓ આચર્યાની શક્યતાઓ આધારે ગુન્હાની ગંભીરતા લઈ, જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી, કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તે અંતર્ગત જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સગારકા તથા સ્ટાફના આર.એ.બાબરીયા, નાથાભાઇ દેવેનભાઈ, લખમણભાઈ, નરેન્દ્રભાઈ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હેડ કોન્સ. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતીને આધારે આરોપી રોહિત બેચરા સુરત ખાતે હોઈ, સુરત તપાસ દરમ્યાન આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલ હોઈ, જેની મદદથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા (જાતે પટેલ ઉવ. ૩૭ રહે. ૨૦૫, ધારા કોમ્પ્લેક્સ, કુબેર પાર્ક, વેડ રોડ, સુરત)ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતા, પોતે મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામનો રહેવાસી છે અને પોતાને જે પાર્ટી મશીન સપ્લાય કરતી હતી, તે પાર્ટીએ પોતાની સાથે ત્રણ-ચાર મહિના મશીન સપ્લાય કરેલ અને જાેબ વર્ક પણ આપેલ હતું. પરંતુ, ચાર મહિના બાદ એ પાર્ટી બધુ છોડીને નીકળી જતા, પોતે ફરિયાદીને મશીન આપવામાં તથા જાેબ વર્ક આપવામાં વચ્ચે હોઈ, પોતાની સાથે પણ ૧૫ લાખ જેટલા રૂપિયાનું ચિટિંગ થઈ જતા, પોતાની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગયેલ હતી. જેથી ફરિયાદીને પોતે રૂપિયા આપી શકેલ નહોતો. ફરિયાદી સિવાય અન્ય લોકોને પણ પોતે પેન્સિલ મશીન સપ્લાય કર્યાની પણ કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવેલ છે. પોતાને આ ધંધામાં ખોટ જતા, પોતે હાલ જમીન મકાનની દલાલી કરતો હોય, તમામ લોકો ને રૂપિયા પરત ચૂકવવા તૈયારી પણ બતાવી હતી. પકડાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરાની વધુ પૂછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા, સહિતના સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews