સોરઠમાં ઠેર-ઠેર જુગાર દરોડા

સોરઠમાં પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડો પાડી અને જુગાર રમતા શખ્સોને મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પોલીસ કોન્સ. દિલીપભાઈ મેરૂભાઈએ કેશોદ બીટ ખાતે જુગાર દરડો પાડી ૬ શખ્સોને રૂા. ૬૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. વંથલીના પોલીસ હેડ કોન્સ. ડી.એમ. બારીયાએ વંથલી વિલેજ બીટ ખાતે જુગાર દરોડો પાડી રહેણાંક મકાનમાં જુગાર રહેતા ૭ શખ્સોને રૂા. પ૬,૮પ૦ના રોકડ, મુદામાલ સાથે ઝડપી લીધા હતા. માણાવદર પોલીસ કોન્સ. વિક્રમભાઈ મનસુખભાઈ અને સ્ટાફે સણોસરા ગામે દવાખાનાની પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રૂા. ૪,૧૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. શીલના પોલીસ હેડ કોન્સ. કે.બી.ડોકલ અને સ્ટાફે તાલોદ્રા ગામે રામમંદિર પાસે ચોકમાં જુગાર રમતા ૧૦ શખ્સોને રૂા. ૧૬,૩૦૦ રોકડ અને મોટરસાઈકલ મળી કુલ રૂા. પ૧, ૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ ચોરવાડના પોલીસ કોન્સ. બાલુભાઈ નારણભાઈ અને સ્ટાફે સમઢીયાળા ગામે બજરંગચોકમાં જુગાર દરોડો પાડી ૬ શખ્સોને રૂા. ૧પ,૬૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જુગાર રમતા તમામ શખ્સો સામે જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે.
શીલ અને તલોદ્રામાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા
શીલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.પી. ચુડાસમા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં પરસોતમ ચુડાસમા, મનીષ બલેજા, પિયુષ મોકરીયા અને કનુ ચુડાસમાને રોકડ રૂા. ૧૪૧પ૦ સાથે ઝડપી લીધેલ છે.
જયારે શીલ તાલુકાનાં તલોદ્રા ગામે જુગાર અંગે રેડ દરમ્યાન જાદવ ભરડા, પ્રવિણ ભરડા અમીત પરમાર, અશોક ડાકી, ભરત ચાપાનેરા, રામજી કામરીયા, ભાવેશ ડાકી, જીતેશ બામણીયા, મહેશ મુછાળ અને ભાવેશ ડાકીને રોકડ
રૂા. ૧૬૩૦૦, મોબાઈલ-૪, મોટર સાયકલ-ર મળી કુલ રૂા. પ૧૩૦૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!