વેરાવળ-સુત્રાપાડા પંથકમાં પાંચ સ્થળે જુગાર રમતા ૩૨ લોકો સવા લાખની રોકડ સાથે ઝડપાયા

વેરાવળ અને સુત્રાપાડા શહેર અને તાલુકામાં જુદા-જુદા પાંચ સ્થળોએ બાતમીના આધારે જુગારધામ ઉપર દરોડો પાડી પોલીસે સવા લાખ રોકડાની સાથે ૩ર શકુનીઓને પાના ટીંચતા ઝડપી લેવામાં આવેલ જયારે બે જુગારીઓ નાસી છુટતા ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. પ્રથમ દરોડો સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. સોનરાત, સ્ટાફના યાસીનશા શાહમદાર, વિનય મજેઠીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે ડારી ગામે દરોડો પાડી કમલેશ ભીખા સેવરા, રમેશ રામા જેઠવા, દિલીપ મેરામણ બામણીયા, હરેશ પરબત બામણીયા, હસમુખ દેવકરણ ગોહેલ, રાજુ લખમણ ધારેચા, રામ પરબત બામણીયાને રોકડા રૂા.૧૨,૪૦૦ સાથે ઝડપી લેવાયા હતા. બીજા દરોડામાં લાટી ગામે જુગાર રમતા કાના જેશા છાત્રોડીયા, રાજુપુરી લાલપરી મેઘનાથી, હરેશ વરજાંગ ખુંટડ, ઉકા ગોવિંદ બારડ, નગા ભગવાન બારડ, રાજશી ભીખા છાત્રોડીયાને રોકડા રૂા.૧૪,૩ર૦ની સાથે ઝડપી લીધેલ. જયારે વિજુ કાળા સોલંકી, જયસુખ રામસી છાત્રોડીયા નાસી છુટેલ હતા. ત્રીજા દરોડામાં પ્રભાસપાટણના પી.એસ.આઇ. એમ.કે. ભીંગરાડીયાએ મંડોર ગામે જુગાર રમતા દિપુ નારણ બારડ, વાલા ગોવિંદ ડોડીયા, ભીખા મેરામણ ડોડીયા, બિલાલ ખેરી છોટીયારા, પરબત ગોવિંદ ડોડીયા, સીરાજ ચાંદ પરમાર, રાજેશ ડોડીયાને રોકડા રૂા.ર૦,૧પ૦ તથા મોબાઇલ ફોન ર મળી કુલ રૂા.રર,૬પ૦ ના મુદામાલ સાથે ઝડપી લીઘેલ હતા. ચોથા દરોડામાં ભાલકાની હરભોલે સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા વિજય રવજી ટાંક, રોહીત રવજી ટાંક, બાલુ શામજી ચાવડા, પરસોતમ ગોવિંદ વીસાવડીયા, પ્રવિણ વાલજી વડુકરને રોકડા રૂા.૧૮,૦૮૦ તથા મોબાઇલ ફોન નંગ પ કીં. રૂા.૧૮ હજાર મળી કુલ રૂા.૩૬,૦૮૦ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા. પાંચમાં દરોડામાં સુત્રાપાડાના પ્રાંસલી ગામે જુગાર રમતા મનુ માલા વંશ, ભીખા માલા વંશ, ગોપાલ અરજન વાળા, રામ કાના વંશ, ભીખા રૂડા વંશ, દિનેશ ભાણા સોઢા, જેઠા રૂડા વંશને રોકડા રૂા.પર,૧૦૦ની સાથે ઝડપી લેવાયા હતા. પાંચેય દરોડામાં પાના ટીંચતા ઝડપાયેલા ૩૨ શકુનીઓ સામે જુગારધારા કલમ ૧ર મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!