વેરાવળમાં કાર્યરત ઔદ્યોગિક એકમ દ્વારા હવા અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતું હોવા અંગે પર્યાવરણ સમિતિના પ્રમુખ ભગવાનભાઈ સોલંકીએ વર્ષ ૨૦૧૫માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરી હતી. જે રીટ અંગે તાજેતરમાં થયેલ સુનાવણીમાં એન.જી.ટી.એ કમીટીને પ્રદુષણ અંગે તપાસ કરવા આદેશ કરેલ છે. હવે પછી પ-ર-૨૦૨૧માં વધુ સુનાવણી કરવાની તારીખ જાહેર કરી છે. એન.જી.ટી.ના ચેરપર્સન જસ્ટીસ આદર્શકુમાર ગોએલ, જસ્ટીસ જયુડી. સભ્ય એસ.પી.વાગડી, એક્ષપર્ટ સભ્ય ડો.નગીન નંદાનીની બેંચમાં ગત તા.૯-૯-૨૦ના રોજ સુનાવણી થયેલ હતી. જેમાં વેરાવળની રેયોન કંપની દ્વારા હવા-પાણીમાં ફેલાવવામાં આવતા પ્રદુષણ બાબતે સીપીસીબી સાથેની સંયુકત સમિતિ મારફત તપાસ કરવાનો હુકમ કરાયેલ છે. આ સંયુકત સમિતિમાં જીપીસીબી, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથો., રાષ્ટ્રીય નામાંકિત સંસ્થા ઓશનોગ્રાફી-ગોવા, ગીર સોમનાથ જીલ્લા કલેકટર જેવા તમામ ઉચ્ચ ઓથોરીટીના નિષ્ણાંત અધિકારીઓ રહેશે. આ સમિતિની નોડલ એજન્સી તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ રહેશે. સમિતિએ તપાસ કરી ત્રણ મહિનામાં અહેવાલ તૈયાર કરી આપવાનો રહેશે.
અત્રે ઉલ્લેાખનીય છે કે, આ એકમથી ૬૦૦ મીટરના અંતરે અરબી સમુદ્ર આવેલ છે. જેથી સી.આર.ઝેડ મંજુરી મળવાપાત્ર નથી. કારણ કે, આ એકમને કારણે લાંબા સમયથી દરીયાઇ જીવસૃષ્ટિને નુકશાન થઇ રહયુ હોવાથી અમુક જાતની માછલીઓની જાતીઓ નાશ પામી રહી છે. જેના કારણે અમુક જાતીની માછલીઓના ઉત્પાદનમાં નોંઘપાત્ર ઘટાડો થયેલ છે. આ દરીયાઇ વિસ્તારમાં હજારો માઇલ દુરથી દરીયાઇ કાચબાઓ અને વ્હેલશાર્ક માછલીઓ પ્રજનન માટે આવે છે. આમ, આ એકમ દરીયાઈ જીવસૃષ્ટિ માટે જોખમી હોવાનું રીટમાં જણાવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews