વેરાવળ તાલુકાના ૨૫ હજાર ગરીબ પરીવારોને વિમા કવચ મળશે

0

વેરાવળ તાલુકા ભાજપ દ્વારા સેવા સપ્તાહ સાથે ઉજવણી કરવાનું નકકી કરાયેલ છે. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ તાલુકાના ૨૫ હજાર ગરીબ વર્ગના પરીવારોને વિનામૂલ્યે વીમા કવચ પુરૂ પાડવાની જાહેરાત કરી છે. આવતીકાલ તા ૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસને લઇ જીલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્વછતા, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદ ગરીબોને અનાજ, વિકલાંગ સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો સાથે સેવા સપ્તાહનું આયોજન કરેલ છે. જે અંતર્ગત તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીએ તાલુકામાં વસતા ૨૫ હજાર પરીવારોને વિનામુલ્યે વિમા સુરક્ષા કવચ પુરૂ પાડવાનો નિર્ધાર કર્યો છે. આ લાભ આપવા માટે તાલુકા ભાજપના કાર્યકરો ગામડે ગામડે જઈ ગરીબ પરીવારોના વિમા યોજનાના ફોર્મ ભરી આપી લાભ અપાવશે. આ વિમા પોલીસમાં ભરવાની થતી પ્રિમિયમની તમામ રકમનો ખર્ચ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી જ ઉઠાવશે. તેમણે જણાવેલ કે, તાલુકાના ૨૫ હજાર પરીવારોને વીમા સુરક્ષા કવચમાં કોઈ જ્ઞાતિ-જાતિ કે પક્ષ જોયા વગર કામગીરી હાથ ધરી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરીશું. વિશેષમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારએ જણાવેલ કે, સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉપરાંત વડાપ્રધાનના જન્મ દિને દીર્ધાઆયુષ માટે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ માર્કંડેય પૂજા પણ કરવામાં આવશે. આ સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ તાલુકાના ડારી મુકામે યોજાયેલ હતો. જેમાં જીલ્લા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, મંત્રી માનસિંગ પરમાર, ગીરીશ ભજગોતર, રમેશભાઈ કેશવાલા, હરેશ સોલંકી સહિત આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!