ઉના ગીર ગઢડા રોડ ઉપર આવેલ ખાપટ ગામ નજીક સર્જાયો અકસ્માત

ઉનાના ખાપટ ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગીર ગઢડા ગામ તરફથી આવતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર અને કાર અથડાયા હતા. કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતા ખાપટ વડવિયાળા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાપટ વડવિયાળા રોડ ઉપર રેતી ભરેલ ટ્રક વળાંક વળતી વેળા માટીમાં ફસાયો હતો ત્યારે તેને કાઢવા માટે બીજા ટ્રકની મદદ કરવામાં આવતા બીજો ટ્રક પણ માટીમાં ફસાયો હતો અને અંતે બંને વાહનોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!