જૂનાગઢ મહાનગરપાલિકામાં ૪ર ટકા સ્ટાફની ઘટ

0


જૂનાગઢ મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેમ જૂનાગઢ શહેરની સ્થિતિ જાેવા મળી રહી છે. જૂનાગઢ શહેરનાં રસ્તાઓ અતિ બિસ્માર થઈ ગયા છે. તો અમુક વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યાનાં પ્રશ્નો ઉદભવે છે. તેમજ શહેરનાં અમુક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોય અમુક વિસ્તારોમાં ગટરોનાં પાણી રેલમ છેલ છે, સફાઈ થતી નથી, રખડતા ઢોરનો ત્રાસ છે, ઠેર-ઠેર દબાણો હટાવવાની કોઈ ઈચ્છા શકતી નથી આ તમામ સમસ્યાઓની મહાનગર પાલિકાઓનાં અધિકારીઓ અને પદાધિકારોઓને છાશવારે ફરિયાદ મળતી હોય છે. અને મહાનગરપાલિકા દ્વારા તેની સમસ્યાનાં નિરાકરણ માટે કામગીરી કરતા હોય છે અને રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઈટની સુવિધા પાછળ કરોડોનો ખર્ચ કરી વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં મહાનગરપાલિકાની શાકમાર્કેટ નથી તે ઉપરાંત જાહેર શોૈચાલય ન હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વાહન પાર્ક થઈ શકે તવી કોઈ વ્યવસ્થા નથી. ત્યારે મહાનગરપાલિકાની માત્ર વિકાસની વાતોની પોલ ખૂલે છે જાે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં પુરતો સ્ટાફ ન હોવાને કારણે અહી આવતા અરજદારોને કામ પણ ટલ્લે ચડી જતા હોય છે. ત્યારે આગામી સમયમાં પગાર વધારો અને લોકલ ભરતી કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
જેમાં અત્યારે હાલનાં સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકાનાં સોલીડવેસ્ટ, એસ્ટેટ, વેરાવિભાગ, ઈજનેર, આરોગ્ય વિભાગ, દબાણ શાખા, લાઈટ શાખા, વોટર શાખા સહિતની શાખાઓમાં અપુરતા સ્ટાફને કારણે લોકોનાં કામ થતા નથી. હાલ મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગોમાં માત્ર પ૮ ટકા જ સ્ટાફ ભરેલો છે બાકીનાં ૪ર ટકા સ્ટાફ ઘટ હોય જેને લઈને આગામી દિવસોમાં ભરતી થશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ વાત જયારે વિકાસની આવે તો લોકો માટે રોડ, રસ્તા અને પાણીની સમસ્યા જ નથી અન્ય પણ સમસ્યાનો સામનો કરવો પડે છે જેવી કે શહેરનાં મધુરમ, કડીયાવાડ, માંડવી ચોક, પંચહાટડી, જાેષીપરામાં વડલી ચોક સહિતનાં વિસ્તારોમાં મહાનગરપાલિકા હસ્તકની એક પણ શાકમાર્કેટ નથી. ત્યારે તેનાં માટે મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેનાં કારણે લારી ધારકો આડેધડ રસ્તા વચ્ચે જ ઉભી મોંઘા શાકભાજી વેંચી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢની પ્રજા અંદાજીત રોજનું ૮ લાખ ઉપરનું શાક તેમજ ૪ લાખનું ફ્રુટ આરોગી જાય છે. ત્યારે શહેરીજનો માટે વિવિધ વિસ્તારોમાં શાકમાર્કેટની સુવિધા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તે ઉપરાંત શહેરમાં માત્ર એક જ સોનાપુરી સ્મશાન હોય જેનાં કારણે દુરથી મૃતદેહ લઈ આવવા માટે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે શહેરના મધુરમ વિસ્તારમાં પણ અન્ય એક સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!