જૂનાગઢના ગણેશનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ રૂા. ૬૬ હજારના મુદ્દામાલ સાથે એક શખ્સ પકડાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસિંઘ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર. કે. ગોહીલ અને સ્ટાફે જૂનાગઢના ગણેશનગરની કામદાર સોસાયટીમાં રહેતા બુટલેગર બકુુલ હરજી દેવીપૂજક, તેનો પુત્ર ગૌતમ બકુલ, ગોપાલ બકુલ, દિવાન બકુલ દેવીપુજક તેના કબ્જા ભોગવટાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂ -૪૮ બેરલ, દારૂ ભરેલ કેરબા -૭, દેશી દારૂની ભઠ્ઠીના સાધનો, તગારા, ગેસના બાટલા, મોટરસાયકલ મળી કુલ રૂા. ૬૬,૪પ૦નો મુદ્દામાલ સાથે દિવાન બકુલભાઈ ઝાલાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!