જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર દરોડો : આઠ સામે કાર્યવાહી

જૂનાગઢ બી-ડીવિઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે ઝાંઝારડ રોડ ઉપર આવેલ બ્લોક નં.૪ પુષ્પાબેન વજુભાઈ અદોદરીયાના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા પુષ્પાબેન વજુભાઈ જેશાભાઈ કારાભાઈ, દમયંતીબેન પ્રફુલભાઈ, કમલેશભાઈ ભીખાભાઈ, રાણીબેન કરશનભાઈ, લીલીબેન પાલાભાઈ, ઈમરાનભાઈ રફીકભાઈ, વજુભાઈ છગનભાઈ, રવજીભાઈ ખીમજીભાઈ વગેરેને રૂા.રપ,૧૪૦ની રોકડ, મોબાઈલ ફોન, મોટરસાયકલ વગેરે મળી ૬૧૧૪૦નાં મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કુકસવાડા ગામે જુગાર દરોડો
ચોરવાડ તાલુકાનાં કુકસવાડા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડેલ છે. કુલ આઠ વ્યકિત અને રૂા.૩૩૭૦૦, મોબાઈલફોન, મોટર સાયકલ, વગેરે મળી કુલ રૂા.૧,૩ર,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!