સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગૌચરની જમીનમાં ગ્રામ પંચાયતના જ જવાબદારોએ દબાણ કરી વાળી લીધેલ હોવા અંગે ગામના જાગૃત નાગરીક દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખીત ફરીયાદ કરી ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે.
આ અંગે જાગૃત નાગરીક હરેશભાઇ ઝાલા દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને કરાયેલી લેખીત રજૂઆતમાં જણાવેલ કે, વડોદરા ઝાલા ગામે સરકાર દ્વારા મંજૂર થયેલ ડી-સેનીલેશન પ્લાન્ટનું કામ હાલ ચાલુ હોય તેનો વિરોધ કરનાર ગ્રામ પંચાયતના સભ્ય બારડ પુંજાભાઇએ સર્વે નં. રપ૩-૧ હેકટર પ-પ૯-૬૦ ચો.મી.નું તથા તેમના પરીવાર દ્વારા સર્વે નં. રપ૩-૧ ગૌચરની જમીન દબાણ કરેલ છે. અને સર્વેનં. ૭૯૭-૧માં પણ ગૌચરની જમીનમાં ૮ થી ૧૦ કુવાઓ દબાણ કરેલ હોય જેથી આવા વ્યકિતઓ સરકારના કામનો વિરોધ કરતા હોવાનું જણાવેલ છે. આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, બારડ રાજાભાઇ દ્વારા પણ ૭૯૭-બ-ર માં દબાણ કરેલ હોય અને ગામ લોકોને ગેરમાર્ગે દોરી પોતાના સ્વાર્થ ખાતર ગામની શાંતિ ડહોળતા હોય ત્યારે ગૌચરનું દબાણ હોય તેવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દુર કરી ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. આ રજુઆતની જાણ જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews