માણાવદરના આરટીઆઈ એકટિવીસ્ટ ગુણવંતરાય મિયાત્રાની યાદી જણાવે છે કે મે ર૦૧૭થી માણાવદર તાલુકા પંચાયતમાં મારી જાણમાં આવેલ કે ભારત સરકારના ૧૪માં નાણાંપંચ દ્વારા પ્રજાહિતના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવેલ. પરંતુ તે કામોની માહિતી અધિકાર નીચે માહિતી માંગતા આપવામાં ગલ્લા- તલ્લા કરેલ. જેથી અંતે કોર્ટનો આશરો લેવો પડયો હતો તે દરમ્યાન તા.રર-૧૧-૧૯નાં ૬સાક્ષીઓ સાથે તા.ર૯-૧૧-ર૦૧૯ સુધીમાં માહિતી આપશું તેમ લેખિત કબુલાતનામું કરેલ. ત્યાર બાદ તા.રપ-૬-ર૦ર૦
૬ મહિના પછી લેખિતમાં કબુલાત આવી કે અમારી પાસે આરટીઆઈ હેઠળ જે ૧૪માં નાણાં પંચની માહિતી માંગી તે ટીડીઓએ કહેલ અમારી પાસે માહિતી રેકર્ડ ઉપલબ્ધ નથી. તેથી ખોટુ કબુલાતનામું કર્યુ તે સંદર્ભે કોર્ટમાં અરજી કરી કોર્ટ દ્વારા ઈન્ચાર્જ ટીડીઓ સહિત ૬ કર્મચારી સામે નોટીસ કાઢી અને તા.૧પ-૯-ર૦ના હાજર રહેવા જણાવેલ. તે દરમ્યાન તારીખમાં હાજર રહેવાનાં બદલે અચાનક ઈ.ચા. ટીડીઓ રજા ઉપર ઉતરી જતાં ચકચાર જાગી છે. ત્યારે ગુણવંતરાય મિયાત્રાએ જણાવ્યું કે આ રજા ઉપર શું કામ ગયા અચાનક ? તેજ બતાવે છે કે ગુજરાતને આંટી દે તેવું કાંઈક કૌભાંડ કર્યુ છે. જે અંગેની માહિતી માંગવામાં આવી છે પરંતુ આ માહિતી અઢી વર્ષમાં પુરી પાડવામાં નથી આવી અને લેખિતમાં કબુલાત કરી છે કે માહિતી નથી તો ૧૪ માં નાણાંપંચના રૂપિયા કયાં ગયા તેવો સવાલ ઉઠાવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews