Thursday, January 21

વેપારી યુવક સાથે અકદુરતી હરકત કરી વિડીયો ઉતારી લઇ રૂા.૭ લાખની ખંડણી માંગી

વેરાવળમાં એક માસ પૂર્વે લાટીનો વ્યવસાય કરતા વેપારી યુવક સાથે અકુદરતી હરકત કરાવી વિડીયો ઉતારી લઇ રૂા.૭ લાખની માંગી હતી. જો ખંડણી રકમ નહી આપ તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાની શર્મનાક ચકચારી ઘટના સામે આવી છે. જો કે, પોલીસે આ અંગે ફરીયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં સભ્ય સમાજને શર્મસાર કરતી બનેલ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં ભાલકા વિસ્તારની કૈલાસ સોસાયટીમાં રહેતો અને ભીડીયામાં હરસિધ્ધી શો મીલની દુકાન ધરાવતો મયુર જેન્તીલાલ કોરીયા (ઉ.વ.૨૪)ને એક માસ પૂર્વે તા.૧૧-૮-૨૦ના રોજ તેના ફેસબુક ફ્રેન્ડ વેરાવળની ગરીબનવાઝ કોલોનીમાં રહેતા અમન સીદીક લગતએ ફોન કરી સોમનાથ ટોકીઝ પાસે બોલાવેલ હતો. ત્યાંથી બંન્ને બાઇક ઉપર નજીકમાં એક મસ્જીદ પાસે નવા બની રહેલ મકાનમાં ગયા હતા. જયાં અમને મયુરને ધમકી આપતા કહેલ કે, હું કહું તેમ મને કરવા દે નહીંતર તને જાનથી મારી નાંખીશ. આ મારો વિસ્તાર છે અહીં તને કોઇ છોડાવવા નહીં આવે તેમ જણાવી મયુરે અકુદરતી હરકત કરાવી હતી. ત્યારબાદ ઘરની બહાર નિકળી રહેલ તે સમયે અમનના મિત્ર રાહીલ મહેબુબ ફકીર બંન્નેએ રોકીને કહેલ કે અંદર શું કરતા હતાં ? જેનો જવાબ આપ્યા વગર બંન્ને ત્યાંથી જતા રહેલ હતા. આઠેક દિવસ બાદ અમને મયુરને ફોન કરીને કહેલ કે, આપણો વિડીયો વાયરલ થાય તેમ છે જેથી આપણે સમાધાનના પૈસા આપવા પડશે. ચારેક દિવસ પછી રાહીલ ફકીરે મયુરને ફોન કરીને જણાવેલ કે, તારો વિડીયો ઉતરી ગયેલ છે. મકાનવાળો પાંચ લાખ માંગે છે. જેથી તારે અને અમને અઢી-અઢી લાખ આપવા પડશે બાકી તમારો વિડીયો વાયરલ કરી દેશે. જેથી મયુરે કહેલ કે, મારી પાસે આટલા પૈસા નથી. તો તેને ફોનમાં ધમકાવેલ હતો. ત્યારબાદ રાહીલે મયુરના મોબાઇલમાં વિડીયો વોટસએપ કર્યો હતો. બાદ પંદરેક દિવસ પછી અમન અને રાહીલે મયુરની દુકાને જઇ અઢી લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ તા.૧૫ સપ્ટેમ્બરના રોજ ફરી બંન્ને તેના મિત્ર મોસીન સતાર છુરી સાથે ફરી મયુરની દુકાને જઇ સાંજ સુધીમાં સાડા ચાર લાખ આપી દેજે નહીંતર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલ મયુરે તેના પીતા, ભાઇ અને બનેવીને ઉપરોકત હકકીત જણાવી હતી.
જેના આધારે મયુર કોરીયાએ તેના ફેસબુક ફ્રેન્ડ અમન સીદીક લગત, રાહીલ મહેબુબ ફકીર, મોસીન સતાર છુરી સામે પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે આઇપીસી કલમ ૩૭૭, ૩૮૪, ૫૦૬(૨), ૧૨૦(બી), આઇ.ટી. એકટની કલમ ૬૬(ઇ), ૬૭(એ) મુજબ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ત્રણે આરોપીને ડી-સ્ટાફ બ્રાંચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ટોળકીના સંકજામાં કોઇ ફસાયા હોય તો પોલીસનો સંપર્ક કરે : પીઆઇ પરમાર
આ ચકચારી ઘટના અંગે પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ કે, આ ઘટનાના આરોપીની ટોળકીની જાળમાં અન્ય કોઇ યુવકો ફસાયા છે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેર કે પંથકમાં આ ટોળકીના સંકજામાં કોઇ ફસાયા હોય અને અત્યાર સુધી ધમકીના કારણે કોઇએ ફરીયાદ ન કરી હોય તો તેવા પીડીતો આગળ આવી ગિર સોમનાથ જિલ્લા પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!