ઈન્સ્ટાગ્રામ ઉપરનો પ્રેમ ભારે પડયો : જૂનાગઢ બોયફ્રેન્ડને મળવા આવેલી યુવતીને પ્રેમ ન મળ્યો

0

હાલનાં સમયમાં સોશ્યલ મિડીયા ઉપર યુવક અને યુવતીઓ વાતચીત દરમ્યાન એક બીજાનાં પ્રેમમાં પડી જાય છે અને આંધળો વિશ્વાસ કરી તેને મળવા દોડી જતા હોય છે. પરંતુ આ સોશ્યલ મિડીયા ઉપરનો પ્રેમ કયારેક ભારે પડી જાય છે. જૂનાગઢ શહેરની યુવતીને ઈન્સ્ટાગ્રામ ઉપર એક યુવાને મળવા ઘરેથી નીકળી ગઈ હતી પરંતુ યુવાન તે સ્થળે ન આવતા જૂનાગઢ ૧૮૧ની મદદ લીધી હતી. મળતી માહિતી મુજબ જૂનાગઢ શહેરમાં કાર્યરત ૧૮૧ અભિયમ મહિલા હેલ્પલાઈનમાં એક યુવતીનો ફોન આવ્યો હતો જેમાં યુવતીની મદદે ૧૮૧ની ટીમનાં કાઉન્સેલર અરૂણાબેન રમેશભાઈ કોલડીયા, મહિલા કોન્સ્ટેબલ કીરણબેન ચોૈહાણ અને પાયલોટ રાજેશભાઈ ગઢવી ઘટનાં સ્થળે પહોંચી ગયા હતા. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ ઉપર યુવક સાથે થયેલ પ્રેમની માતા-પિતાને વાત કરતા ઠપકો આપ્યો હતો. આથી યુવતીને લાગી આવતા કોઈને જાણ કર્યા વગર જ ઘરેથી વહેલી સવારે નીકળી ગઈ હતી અને બસમાં બેસી જૂનાગઢ તેમનાં બોયફ્રેન્ડને મળવા આવી હતી અને બોયફ્રેન્ડને ફોન કરી તેળવા આવવાનું કહેતા બોયફ્રેન્ડ બસસ્ટેન્ડ ન આવતા આ યુવતીએ ૧૮૧ની મદદ લીધી હતી. ૧૮૧ની ટીમ દ્વારા આ યુવતીનું કાઉન્સેલીંગ કરી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપી તેમનાં પરિવારજનોને જાણ કરી હતી અને બાદમાં તેમનાં સુરક્ષા સાથેનાં આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!