જૂનાગઢની સર્વોદય બ્લડ બેંકના જીવદયા પ્રેમી ટ્રસ્ટી ભરતભાઈ ધામેચાનું દુઃખદ અવસાન

0

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેંકના તથા જલારામ મંદિર સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી તથા નિયમીત રકતદાતા તથા જૂનાગઢમાં બિમાર, અશકત અને અકસ્માતે ઘવાયેલા પશુઓની અવિરત સારવાર- સુશ્રુષાને જીવનમંત્ર બનાવનાર તથા છેલ્લા ૪પ વર્ષથી બ્લડ બેંકમાં મહેન્દ્રભાઈ મશરૂની સાથે રહીને રકતદાન સહિતની સહપ્રવૃત્તિમાં પુર્ણ યોગદાન આપનાર ભરતભાઈ ધામેચાનું ટુંકી બીમારીમાં તાજેતરમાં દુઃખદ અવસાન થતાં જૂનાગઢમાં ગમગીનીની લાગણી ફેલાઈ છે. સ્વ.શ્રીભરતભાઈ ધામેચા બાળપણથી જ સેવા ભાવના ધરાવતા હતાં. તેઓ કોઈનું દુઃખ જાેઈ શકતા ન હતાં. તેઓ નિયમીત રીતે દર ત્રણ મહિને અચુક રકતદાન કરતાં હતાં. જીવદયાનો તેમણે જીવનમંત્ર બનાવ્યો હતો. આજથી જયારે ૪૦-૪પ વર્ષ પહેલા જૂનાગઢમાં બિમાર અને ઘાયલ પશુઓની સારવાર માટે કોઈ કેન્દ્રો ન હતાં. ત્યારે તેમણે સર્વોદય બ્લડ બેંકના સ્વયંસેવકો મહેન્દ્ર મશરૂ વિગેરે સાથે મળીને દિવસ-રાત જાેયા વગર મુંગા પશુઓની સારવાર વર્ષો સુધી કરી હતી. ભરતભાઈની જીવદયાની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈને જૂનાગઢમાં આજે કેટલાક પશુ સારવાર કેન્દ્રો શરૂ થયેલ છે. આમ એક સેવાભાવી, ધર્મ પારાયણી, દાનવીર તથા જીવદયા પ્રેમી વ્યકિતના નિધનથી જૂનાગઢની પ્રજા ગમગીન બની છે.
જુની પેઢીના પ્રખર વ્યાયામવીર મનુભાઈ ધોળકીયાનું નિધન જૂનાગઢમાં લગભગ ૪૩ વર્ષ પહેલા મહેન્દ્ર મશરૂએ સાથી મિત્રોના સાથથી પુનરૂધ્ધાર કરેલ મહર્ષિ દયાનંદ વ્યાયામ મંદિરના જીવન પર્યત માર્ગદર્શક રહેલા જુની પેઢીના વ્યાયામ વીર અને યોગાભ્યાસુ, આગેવાન વેપારી તથા વૈચારીક, ક્રાંતિના હિમાયતી મનુભાઈ ધોળકીયાનું જૈફ વયે દુઃખદ નિધન થતાં જૂનાગઢનાં વ્યાયામ પ્રેમીઓએ દુઃખની લાગણી વ્યકત કરી છે. સ્વર્ગસ્થ મનુભાઈ ધોળકીયા પ્રખર વ્યાયામ પ્રેમી હોવાથી શરીર સૌષ્ઠવ માટે જાગૃત યુવા પેઢીમાં ચાહના ધરાવતા હતાં અને યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહયા હતાં. તેમના દુઃખદ અવસાનથી સમાજને એક ઉમદા વ્યકિતની ખોટ પડી છે. જયારે વ્યાયામ મંદિરે પોતાના માર્ગદર્શક ગુમાવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!