જૂનાગઢ શહેર ખાતે રહેતા યુનુસભાઈ સતારભાઈ મોટલાણી કે જેઓ મજુરી કામ કરી, પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૫-૦૯-૨૦૨૦ ના સાંજના પોણા સાતેક વાગ્યે તેમના પત્ની હોન્ડા એકટીવા નં. જી.જે.૦૪-સી.ડી.-૫૩૯૪ લઇને નરસિંહ સ્કુલ સામે ભઠ્ઠી ગલીમાં તેમના સબંધીને ત્યા ગયેલ હતા અને એકટીવા તેણે ઘરની બહાર પાર્ક કરેલ હતુ. થોડી મીનીટોમાં તેમના સબંધીના ઘરની બહાર નીકળી એકટીવા લેવા જતા એકટીવા ત્યાં જાેવા નહીં મળતાં તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.જી.ચોધરીને કરતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, વાહન ચોરીના ગુન્હાની તપાસ સંભાળેલ હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા તથા આરોપીઓને અટક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના અપાઈ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર.જી.ચોધરી, ડી સ્ટાફ પોલીસ કોન્સ. વિક્રમસિંહ ઝુંઝીયા, વનરાજસિંહ ચુડાસમાં, અનકભાઇ બોઘરા તેમજ જીલ્લાના કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પી.એચ.મશરૂ, પોલીસ કોન્સ. જયેશભાઇ જોગલ, રાહુલગીરી મેઘનાથી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે એક્ટીવા લઇ જનાર બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા એક મહિલા એક્ટીવા ચોરી કરીને જતી હોય તેની ઝીણવટ ભરી માહિતી એકઠી કરી, એ ડીવીઝન પોલીસ સ્ટાફને સોંપતા, એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા તે સગીર યુવતીને ગણત્રીની કલાકોમાં ઝડપી પાડેલ. પકડાયેલ યુવતી પાસેથી ચોરીના ગયેલ એકટીવા પકડી પાડી, પકડાયેલ યુવતી સગીર હોઈ, ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ચોરાયેલ વાહનને તાત્કાલિક શોધવાની સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને યુનુસભાઈ સતારભાઈ મોટલાણીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ કંટ્રોલ પોલીસ અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી, ચોરીના એકટીવા મોટર સાયકલ શોધી કાઢી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews