ખંભાળિયામાં વડાપ્રધાનનાં જન્મ દિવસ પ્રસંગે લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા વિશિષ્ટ સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લાયન્સ કલબ દ્વારા ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વાળા), પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધીરેનભાઈ બદીયાણી, શૈલેષભાઈ કાનાણી, હાડાભા જામ, સંજયભાઈ બરછા વગેરે દ્વારા વિતરણ વ્યવસ્થા સંભાળી અને વડાપ્રધાનની તંદુરસ્તી તથા દીર્ઘયુષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!