કોરોના રોગચાળો કૂદકે ને ભૂસકે આગળા વધતો જાય છે અને રોજ અનેક દર્દીઓ કોરોના રોગચાળાનાં ઝપેટમાં આવી જાય છે. ત્યારે જનસમાજમાં અકે સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતાનું વાતાવરણ ઉભુ થયેલ છે. આ રોગચાળાને નાથવા માટે સમગ્ર જગતની નજર ચોકકસ દવા કે રસી મળે તે તરફ મીટ માંડીને ઉભી છે. આ પરિસ્થિતિમાં આયુર્વેદ પધ્ધતિ પણ ખૂબ ફાયદાકારક અને ઉપયોગી સાબિત થયેલ છે. આયુર્વેદિક એ પ્રાચીન ભારતીય સારવારની પધ્ધતિ છે. હજારો વર્ષો પહેલા વૈજ્ઞાનિક સમા ઋષિમુનીઓએ માણસોનાં સ્વાસ્થ્યનાં પ્રશ્નો અને મુશ્કેલીનો ઉકેલ મેળવવા માટે આયુર્વેદ શાસ્ત્રની રચના કરી છે. આયુર્વેદનાં અનેક ગ્રંથોમાં આવા વિવિધ ઘણા રોગોનાં ઉપચારો બતાવેલ છે. હાલમાં પ્રવર્તતી મહામારી જે સમગ્ર વિશ્વને અસરકર્તા બેનલ છે, આ પ્રકારની ચેપી રોગો અને ખૂબ લોકોને અસરકર્તા રોગોનું વર્ણન પણ આયુર્વેદમાં બતાવેલ છે. ઉપરાંત આવા રોગચાળાથી બચવા શું કરી શકાય, કે રોગચાળામાં શું સારવાર કરી શકાય તેનું વિસ્તારથીછ વર્ણન કરવામાં આવેલ છે. કોરોના વાયરસ રોગચાળામાં પણ આયુર્વેદ ખૂબ ઉપયોગી સાબિત થયેલ છે. કોરોનાથી બચવા જરૂરી રોગપ્રતિકારક શકિતવર્ધક આયુર્વેદ ઉપચારો, કવોરન્ટાઈન સેન્ટરમાં રાખેલ લોકોને વિશેષ દવાઓ વિગેરે દ્વારા આયુર્વેદ સારવાર આપવામાં આવેલ. ત્યારબાદ કોરોના પોઝીટીવ દર્દીઓમાં પણ એલોપથી સારવારની સાથે સાથે આયુર્વેદ સારવાર આપવાની શરૂઆત કરવામાં આવેલ. આ તમામ સારવારનાં ખૂબ સારા પરિણામો મળેલ છે. અનેક દર્દીઓ પુનઃ સ્વસ્થતા મેળવી શકયા છે જેનો યશ આયુર્વેદને પણ આભારી છે. આયુર્વેદ દવાઓ ખાસ કરીને રોગપ્રતિકારક શકિત વધારતી હોય કોરોના વાયરસથી બચવા જરૂરી રોગપ્રતિકારક શકિત મેળવવા માટે નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર અને જીલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢની સૂચના અને માર્ગદર્શન હેઠળ તા.૧૭-૯-ર૦ ગુરૂવારનાં રોજ રોગપ્રતિકારક શકિત વર્ધક આયુર્વેદ અને હોમિયોપથી દવાનાં વિનામૂલ્યે વિતરણ કેમ્પનું આયોજન આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ છે. સમગ્ર જૂનાગઢ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં કૂલ ૭ જગ્યાએ તથા દરેક તાલુકા મથક ઉપર એમ કૂલ ૧પ જગ્યાએ એક સાથે આયુર્વેદ અને હોમિયોપથી દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ વહેલી સાવરે ૯ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી દવા વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક મુલાકાતીને વ્યકિત દીઠ ૧ સપ્તાહ માટે જરૂરી આયુર્વેદ દવા-સંશમનીવટી અને ૪ દિવસ માટેની હોમિયોપથી દવા-આર્સેનિક આલ્બ ૩૦નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સાથો સાથ દરેક સ્થળે માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવા અંગેની તાકેદારી રાખી લોકોને આ માટે ખાસ ધ્યાન રાખવા ખાસ અપીલ કરવામાં આવેલ હતી. આજનાં આ રોગપ્રતિકારક શકિતવર્ધક દવા વિતરણ કાર્યક્રમમાં કુલ ૪,ર૬,૪૦૦ જેટલા લોકોએ લાભ મેળવેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ ડો. મહેશ વારાની આગેવાનીમાં જૂનાગઢ જીલ્લાનાં તમામ આયુર્વેદ અને હોમિયોપથી મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews