વેરાવળ નજીક હાઇવે ઉપર બાઇકએ અડફેટે લેતા એકનું મૃત્યુ

0

વેરાવળ-તાલાલા રોડ ઉપર ભાલકેશ્વર રીસોર્ટ નજીક મોટર સાયકલ ચાલકે અન્ય મોટર સાયકલને હડફેટે લેતા સેમરવાવ ગામના એક આધેડનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજેલ છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ તાલાલા તાલુકાના સેમરવાવ ગામે રહેતા લખમણભાઇ કટારીયા દુધ દેવા માટે મોટર સાયકલ ઉપર વેરાવળ તરફ આવી રહેલ તે સમયે વેરાવળ -તાલાલા રોડ ઉપર ભાલકેશ્વર રીસોર્ટ પાસે મોટર સાયકલ નં. જી.જે. ૩ર જે. ર૭૬૬ ના ચાલકે રોગ સાઇડમાં મોટર સાયકલ ચલાવી લખમણભાઇની મોટર સાયકલને હડફેટે લેતા ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજેલ છે. ઉપરોકત બનાવ અંગે મૃતક લખમણભાઇના પુત્ર ભુપતભાઇ કટારીયાએ પોલીસમાં ભાલપરા ગામના રાજેશ વિક્રમ જાદવએ મોટર સાયકલ બેફીકરાઇથી ચલાવી મારા પિતાની મોટર સાયકલને હડફેટે લીધેલ હોવાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. મુકેશભાઇ ભીંગરાએ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!