ઉનામાં સોનીની દુકાનમાં શટર ઉંચકાવીને રૂા.૬૮,૮પ૦નાં દાગીનાની ચોરી

ઉના શહેરમાં નાગર ચોકમાં રહેતા સોની જીજ્ઞેશ રમણીકલાલ વાળાની અનીલ જવેલર્સ નામની કુચકુચ ફળીયામાં આવેલ દુકાનનાં શટર ઉંચકાવી તેમાંથી કબાટમાં રાખેલ તથા ટેબલના ખાનાનો લોક તોડી ડુપ્લીકેટ ચાવીથી ખાના ખોલી તેમાં રાખેલ ચાંદીની કડલી જાેડી રપ, ર૭૦ ગ્રામ ચાંદીના માદળીયા નંગ ૧૧, ચાંદીની રૂદ્રાક્ષની માળા નંગ ર, ચાંદીના સિકકા નંગ-૩, ચાંદીના મંગળસુત્ર નંગ-ર, પેડલ-૩, ચાંદીના બોરીયા, પગની ઝાંઝરી, પગના છડા જાેડી-ર૧, ચાંદીની લકકી નંગ-૧૧ મળી કુલ રૂા.૬પ,૮પ૦ના મુદામાલની ચોરી કરી નાસી ગયા હતા. અને બાજુમાં આવેલ સાગર જવેલર્સનું શટર ઉંચકાવેલ પંરતુ તેમાંથી કાંઈ ચોરી કરેલ ન હતી. આ બનાવ અંગે ઉના પોલીસે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!