સ્કૂલ બાદ કોલેજાેની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL થઈ છે. કોલેજાેની ફી ઘટાડાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકાર વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફી અંગે ર્નિણય કરવા બે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂ‘ત અક્ષય મહેતાના અધ્યક્ષસ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી સમગ્ર મામલે અભ્યાસ કરી રહી છે. આ કમિટી બેથી ત્રણ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરશે અને તેને હાઇકોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરતાં એવું સૂચન કર્યું હતું કે ફી મુદ્દે ઝડપથી કોઇ નક્કર ર્નિણય લેવામાં આવે. આ કેસની વધુ સુનાવણી ૧૩મી ઓક્ટોબરના રોજ મુકરર કરવામાં આવી છે. રાજ્યની ખાનગી શાળાઓ બાદ હવે કોલેજાેમાં ફી ઘટાડાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના પગલે અન્ય રાજ્યોમાં કોલેજાેની ફીમાં ૩૦ ટકા સુધીના ઘટાડાની રાહત આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની કોલેજાેના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારની રાહત પ્રવર્તમાન કોરોનાની મહામારીના પગલે આપવાનો આદેશ કરવો જાેઇએ. હાઇકોર્ટની ખંડપીઠે આ સમગ્ર મામલે અગાઉ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સહિતના પ્રતિવાદીઓને તેમનો પક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews