મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગની બેઠક બાદ જાહેરાત કરાશે

ખાનગી શાળાઓમાં ‘ફી’ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘ફી’ ઘટાડવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ વિભાગ બેઠક કરી કોઈ જાહેરાત કરાશે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, સરકારે અગાઉ શાળા સંચાલક મંડળને ‘ફી’માં રપ ટકા રાહત આપવાની દરખાસ્ત કરી હતી. પરંતુ સંચાલકો ત્યારે રાજી ન હતા ત્યારે હવે આગામી દિવસોમાં આ અંગે સરકાર શું નિર્ણય લેશે તેના ઉપર સૌની નજર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!