જીવનભર કાયદાનાં રક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસકર્મીએ હક્ક માટે જીવન દાવ ઉપર લગાવ્યું

0

કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોના માલ-મિલ્કતની રક્ષા કરનારા પોલીસકર્મીને વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા બાદ પોતાના હક્ક હિસ્સા મેળવવા જીવન દાવ ઉપર લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ શહેરના વતની અરજણભાઈ કાનાભાઈ ડાંગર વર્ષ ૧૯૮૬માં ગુજરાત પોલીસ દળમાં ભરતી થઈને સૌરાષ્ટ્રમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તાજેતરમાં નિવૃત્ત થયા છે. ગુજરાત પોલીસ દળમાંથી નિવૃત્ત થતાં પોતાના મળવાપાત્ર આર્થિક લાભો અને પેન્શન સમયસર ચુકવવામાં નહી આવતા અંતે રાજ્યપાલ ગુજરાત રાજ્યને લેખિતમાં જાણ કરી ૯૦ દિવસમાં મળવાપાત્ર રકમની ચુકવણી કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
કેશોદના નિવૃત્ત પોલીસકર્મીએ રાજ્યપાલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૦૦માં ઉના પોલીસ સ્ટેશનમાં ગુન્હા થર્ડ ૫૨૪૫/૨૦૦૦ પ્રોહીબેશન કલમ ૬૬બી, ૬૫એ, ૧૧૬(૨) મુજબ આરોપી ચંદ્રશેખર નાયકને વિદેશી બનાવટનો દારૂ અને બીયરના જથ્થા સાથે ફિયાટ કારમાં ઝડપી પાડવામાં આવ્યો હતો જેના નિવેદનો જે તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટર પી. આર.પંડ્યાએ લેખિતમાં લીધા હતા જેમાં પોલીસકર્મી અરજણભાઈ ડાંગરની કોઈ પ્રકારની સંડોવણી નહી હોવા છતાં ૧૭ વર્ષ બાદ તા.૨/૬/ર૦૧૭ના રોજ અટક કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જામીન મુક્ત કરવામાં આવેલ હતા. ઉના પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીમાં પકડાયેલા આરોપી પાસેથી કબ્જે લેવામાં આવેલ ફિયાટ કાર પોલીસકર્મીના ભાઈ પાસેથી લખાણ કરી વેંચાણથી લીધી હતી જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા છે ત્યારે પોલીસ વિભાગના સતર વર્ષ નોકરી કરવા છતાં ક્યારેય પણ કોઈ ફોજદારી રાહે પગલા ભરવામાં આવેલા નથી અને નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા નથી છતાં પણ મળવાપાત્ર લાભો શા કારણે અટકાવવામાં આવે છે એ બાબતે કોઈ સ્પષ્ટ કારણ બતાવવામાં આવ્યું નથી. નાછુટકે નિવૃત્ત પોલીસકર્મીએ રાજ્યપાલને રજૂઆત કરી આત્મવિલોપન કરવાનું વિચારતા તેઓની પત્ની એ પણ પતિ સાથે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને પોલીસકર્મીને અટકેલી આર્થિક રકમ આપવા ૯૦ દિવસમાં શું નિણર્ય કરે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!