ઉનાના ગુપ્તપ્રયાગમાં આવેલ વૃધ્ધાશ્રમ પાછળ મૃત પશુઓ નાખતા લોકો સામે ફરીયાદ

0

ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અને ત્યાં પૂ.મુકતાનંદ બાપુના સહકારથી દાદાજી વૃધ્ધાશ્રમ પણ આવેલ છે. તેમાં પપથી વધુ વડીલો રહે છે. તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના પોલીસને લેખિત રજુઆત કરી છે કે, વૃધ્ધાશ્રમની પાછળ ડેસર જતા રોડ ઉપર કોઈ અજાણ્યા લોકો દ્વારા મૃત પશુઓને ત્યાં નાખી જતા હોય જેથી મૃતદેહ અતિ દુર્ગંધ મારતા હોય છે જેથી આશ્રમમાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે. જેથી તાત્કાલીક મૃત પશુઓનો નિકાલ કરી આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી અને અહીં મૃત પશુઓ નાખવા આવતા લોકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!