જામકંડોરણા પોલિસે અત્યાચારની સીમા વટાવી : પ્રૌઢ અનિરૂદ્ધસિંહને ફરી ગોંધી રાખી ત્રાસ ગુજારતા મગજનો સ્ટ્રોક આવવાથી પેરેલીસીસ એટેક આવી ગયો

0

જામકંડોરણા પોલિસે અત્યાચારની માજા મૂકી હોય તેમ અગાઉ પોલિસ અત્યાચારની ફરિયાદ કરનાર જામકંડોરણાના ગરાસિયા પ્રૌઢને પોલીસે ફરી ઉપાડી જઈ ૩ દિવસ સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજારતા પોલિસના સિતમનો ભોગ બનેલ ગરાસિયા પ્રૌઢને પેરેલીસીસ સાથે સ્ટ્રીકનો એટેક આવતા જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડયા છે. પોલીસ અત્યાચારની આ ઘટનાના ક્ષત્રીય સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને આ અંગે રાજકોટ રૂરલ એસ.પી.તથા રેન્જ ડીઆઈજીને લેખિત રજૂઆત કરાય છે. પોલીસ અત્યાચારનો ભોગ બનનાર અનિરૂદ્ધસિંહના પુત્ર દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ જામકંડોરણામાં સામાન્ય બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે તેના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાને જામકંડોરણાના પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ દ્વારા ઢોર માર મારતા અનિરૂદ્ધસિંહને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ૫ દિવસ સુધી સારવાર અપાઈ હતી ત્યારબાદ ૭મી તારીખે રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ગત તા.૧૪મીએ અનિરૂદ્ધસિંહ તેની દુકાને બેઠા હતા ત્યારે જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ એ તમને જુના કેસમાં તમારી પૂછતાછ કરવાની છે તેમ કહી ફરી પોલીસ મથકે લઈ ગયા હતા અને ત્યાં ૩ દિવસ સુધી ગોંધી માનસિક ત્રાસ અને અત્યાચાર ગુજારતા અનિરૂદ્ધસિંહને આજે સવારે પોલીસ મથકમાં જ સ્ટ્રોક આવવાથી પેરેલીસીસનો એટેક આવી જતા પ્રથમ જામકંડોરણા બાદમાં જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ અત્યાચારનો ભોગ બનેલા અનિરૂદ્ધસિંહના પુત્ર દિગુભાએ જણાવ્યું હતું કે જામકંડોરણામાં પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની ગઈ હોય તેમ પોલિસ અત્યાચારની ફરિયાદ કરનાર તેના પિતાને ફરી ઉપાડી જઈ ગોંધી રાખી ત્રાસ ગુજારતા સ્ટ્રોકનો પેરેલીસીસનો એટેક આવી ગયો છે. પુત્ર દીગુભાએ જામકંડોરણાના પીએસઆઇ જે.યુ.ગોહીલ તથા સ્ટાફ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના પિતા અનિરૂદ્ધસિંહએ કોઈ ગંભીર ગુન્હો કર્યો હોય તેમ તેઓને પોલીસ ૩ દિવસથી મળવા જવા દેતી નહતી. એટલું જ નહિ મારા પિતાની દવા અને જમવાનું ટિફિન દેવા ગયો તો પોલિસે દવા અને ટિફિન પણ લેવાની ના પાડી દીધી હતી. પોલિસ મથકથી મારૂ ઘર ફક્ત ૪૦૦ મિટર છે છતાં પોલીસ તેના પિતાને દવા કે જમવાનું ટિફિન આપવાની સ્પષ્ટ ના પાડી અને મળવા દેવાનો સપષ્ટ ઇન્કાર કર્યો હતો. પોલીસે અસહ્ય ત્રાસ ગુજારતા જ મારા પિતાને પેરેલીસીસનો એટેક આવી ગયો હતો. અગાઉ પણ મારા પિતા અનિરૂદ્ધસિંહ પીએસઆઈ જે.યુ.ગોહીલ અને સ્ટાફ સામે ફરિયાદ કરવા માંગતા હતા પણ અમારી ફરિયાદ પોલીસે લીધી ન હતી અને આ પોલીસ અત્યાચારની ફરિયાદો જાહેર થતા તેનો ખાર રાખી પી.એસ.આઇ. જે.યુ.ગોહીલે મારા પિતાને ફરી પોલીસ મથકે ઉપાડી જઇ ૩ દિવસ સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજાર્યો છે. દરમ્યાન જામકંડોરણા પોલિસના આ અત્યાચારની ઘટનાના ક્ષત્રીય સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ તથા જામકંડોરણા ક્ષત્રીય સમાજના આગેવાનોએ રાજકોટ રૂરલ એસ.પી. અને રેન્જ ડી.આઇ.જી.સંદીપસિંહને મળી આ બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારી સામે કડક પગલાં ભરવા રજૂઆતો કરી હતી.

મારા પતિને પોલીસ મારી નાંખવા માંગે છે જામકંડોરણાના પીએસઆઈ ગોહીલ સામે ગંભીર આક્ષેપો
જામકંડોરણાના હંસાબા અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજય પોલીસ ભવન તેમજ ગૃહમંત્રીશ્રી ગાંધીનગરને એક વિસ્તૃત પત્ર પાઠવેલ છે અને જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ દ્વારા અરજદારના પતિ અનિરૂધ્ધ.સિંહ જાડેજાને માર મારવા અને ખોટા કેસમાં ફીટ કરીને માનસીક ત્રાસ આપવા અને સ્ટ્રોક આવી જાય તેવી યાતના આપતાં પેરેલીસ થઈ જવા બાબતે રજુઆત કરીને પીએસઆઈ જે.યુ.ગોહીલ સામે પગલા ભરવાની માંગણી કરી છે. આ પત્રની નકલ ગૃહમંત્રી ગાંધીનગર, ગૃહસચિવ ગાંધીનગર અને એસપી રાજકોટને પાઠવવામાં આવી છે. આ પત્રમાં હંસાબા અનિરૂધ્ધસિંહ જાડેજાએ પીએસઆઈ જે.યુ. ગોહીલ વિરૂધ્ધ ગંભીર પ્રકારનાં આક્ષેપો કરેલ છે અને હજુ તેમના પતિ પોલીસ પહેરા હેઠળ સારવારમાં હોય તેને યેનકેન પ્રકારે પોલીસ મારી નાંખવા માંગે છે અને આ બાબતે યોગ્ય કરવા પત્રના અંતે હંસાબા જાડેજાએ રજુઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!