ગિરનારની ટોચ ઉપર જગતજનની મા અંબાજીના બેસણા છે અને જેઓની સતત આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ વરસે છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં આગામી દિવસોમાં જ સુખની ફોરમ પ્રસરવાની છે. જૂનાગઢ અને સોરઠની જનતાએ છેલ્લા પાંચ દાયકા કરતાં વધારે સમયથી જે સ્વપ્ન જાેયું હતું તે રોપવે યોજનાનું સ્વપ્ન હવે ટુંક સમયમાં સાકાર થવામાં છે. રોપવે યોજનાની કામગીરી અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને રોપ-વેનાં જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલીયન ઈજનેરોની ટીમ દ્વારા છેલ્લું ફાયનલ વર્ક કરવામાં આવી રહેલ છે અને અંદાજીત દોઢેક માસમાં આ કામગીરી પૂર્ણતાનેરૂપે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જૂનાગઢમાં ગિરનાર રોપવેની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. રોપ વે ઉપર સિગ્નલ અને કેબલના ચેકીંગની કામગીરી શરૂ થઈ છે. ટેસ્ટીંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન જણાય ત્યાર બાદ રોપવેની ટ્રાયલ માટે બીજી ટીમ જુનાગઢ આવશે. હાલ ઓસ્ટ્રીયાના ઈજનેરો કામગીરી કરી રહેલ છે અને ટ્રોલી પણ ચલાવાઈ રહી છે. જાે કે આ ટ્રોલી દ્વારા કેબલ, સિગ્નલનો સામાન લઈ જવા અને ચેકીંગની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ટેસ્ટીંગની કામગીરી કરાશે અને તેના માટે બીજી એક ટીમ આવ્યા બાદ પેસેન્જર ટ્રોલીનું ટેસ્ટીંગ કરવામાં આવશે. આ ટ્રોલી ખાલી અને વજન સાથે કાર્યરત કરાશે જેથી રોપવે શરૂ થયા પહેલાં કોઈ ક્ષતિ હોય તો નિવારી શકાય. ટ્રોલીની સવારથી સાંજ સુધી ટ્રાયલ કરાશે. રોપવે શરૂ થયા બાદ કોઈપણ મુશ્કેલી ન આવે તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews