જૂનાગઢમાં રૂા.૩ લાખ ઉછીના લઈ પરત નહીં આપતા પોલીસ ફરીયાદ

0

જૂનાગઢમા મધુરમ સોસાયટી ટીંબાવાડી બ્લોક નં.પ સ્વપ્ન લોક ટાઉનશીપ ખાતે રહેતા ગીતાબેન યોગેશભાઈએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, સુરત ઈચ્છાપુર સ્વાગત રેસીડેન્સી ખાતે રહેતા તેના પતિ યોગેશ ધીરૂભાઈ ઉનાગર, રસીલાબેન ધીરૂભાઈ (સાસુ), ધીરૂભાઈ ડાયાભાઈ (સસરા), મહેન્દ્રભાઈ ડાયાભાઈ (જેઠ), ગીતાબેન મહેન્દ્રભાઈ (જેઠાણી) હેતલબેન રાહુલભાઈ (નણંદ)રહેવાસી બધા સુરત ઈચ્છાપુર સ્વાગત રેન્સીડેન્સી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છેકે ફરીયાદી યુવતીને તેના લગન જીવનના ત્રણ માસ બાદ તેના પતિ તથા સાસુ -સસરા તેમજ જેઠ -જેઠાણી તથા નણંદ ઘરકામ બાબતે મેણાંટોણા બોલી ગાળો આપી મારકુટ કરતા તેમજ શારીરિક માનસીક દુઃખત્રાસ આપી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ ફરીયાદીના જેઠએ ફરીયાદીના પિતા પાસે રોકડ રૂા.૩ લાખ ઉછીના લઈ પરત નહીં આપવા ઓળવી જઈ દહેજની માંગણી કરેલ તેમજ ફરીયાદીના પિતાને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યાની ફરીયાદ નોંધી આગળની તપાસ પીઆઈ જે.પી. વરીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!