કુકસવાડા અને ગડુમાંથી ૧૩ શખ્સો જુગાર રમતા ઝડપાયા

કુકસવાડા
માંગરોળ ડીવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહીત, સર્કલ પીઆઈ એન.આઈ. રાઠોડ, ચોરવાડનાં પીેએસઆઈ કે.બી. લાલકા, પી.જે. ડાભી, ડી.એચ. કોડીયાતર, પી.એસ. કરમટા, ભાવસિંહ મોરી, બાલુભાઈ નારણભાઈ, વિપુલભાઈ સેજાભાઈ, ભરતભાઈ નાજા વગેરે સ્ટાફે કુકસવાડા ગામની ગઢુલો સીમમાં જુગાર અંગે રેડ પાડતાં હમીર પટાટ, દેવસી કામરીયા, રામસી બારડ, વિરમ પરમાર, ભીમસી કામરીયા, લખા રબારી, રાજા કામરીયા અને રામ કામરીયાને રોકડ રૂા. ૪૧૩૦૦, મોબાઈલ-૬ મળી કુલ રૂા. પ૪૩૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
ગડુ
ચોરવાડનાં પો.હે.કો. ડી.એચ. કોડીયાતર અને સ્ટાફે ગડુ ગામે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૧૭ર૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!