ભારતમાં જાસૂસી કરતી ચાઈનીસ કંપની સાથેના MoU ગુજરાત સરકાર દેશની સુરક્ષા ખાતર રદ્દ કરે

0

દેશની સુરક્ષાને જાેખમમાં મૂકતી ચીનની જાસૂસીના કચ્ચા ચીઠ્ઠા ખુલી ગયા હોવા છતાં ભાજપ સરકારનો ચાઈના પ્રત્યેનો પ્રેમ અને નરમ વલણ ચિંતાનો વિષય છે. ચીનની જાસૂસીનું ગુજરાત કનેક્શન હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું છે કે, ભારતમાં જાસૂસી કરતી ચાઈનીઝ કંપની સાથે ગુજરાત સરકારે ધોલેરા સર માટે એમઓયુ કર્યા છે તેને રદ્દ કરવા માંગ કરી છે. ભાજપ દ્વારા ભારતના પીઠમાં ખંજર ભોંકનાર ચાઈના સાથે વ્યાપાર કરવા માટે આતુર બની અનેક એમઓયુ કર્યા. બીજીબાજુ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ચાર વખત ચીનની મુલાકાત લીધી પણ ગુજરાત અને દેશને શું મળ્યું ? નવું રોકાણ કેટલું આવ્યું ? અને કેટલા યુવાનોને રોજગારી મળી ? આપણા ૨૦થી વધુ સૈનિકો શહીદ થાય ત્યારે ગુજરાતમાં ચાઈના અને ચાઈનીઝ કંપનીઓના હિતો સાથે કરેલ રોકાણની જાહેરાતો અને તેની આજની સ્થિતિએ જમીની હકીકત શું ? દેશની સુરક્ષાને જાેખમમાં મૂકતી ચાઈનાની જાસૂસીનાં કચ્ચા ચિઠ્ઠા ખુલી ગયા તેમ છતાં ભાજપ સરકારનો આટલો ચાઈના પ્રેમ કેમ ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ૨૦૧૧ના શાસનમાં ફ્લાઈટ કનેક્ટિવિટી મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, મોટા પાયે હાઉસિંગ, કૃષિ અને વન, રમત-ગમત અને પ્રવાસન સહિતના ૩૦થી વધુ જુદા-જુદા એમ.ઓ.યુ. થયા પણ કેટલું રોકાણ આવ્યું ? રોજગારીની કોઈ નક્કર વાત નહીં આ જ રીતે વર્ષ ૨૦૧૧માં ચાઈના એનર્જી કંપની દ્વારા ગ્રીન પાર્ક નામે ૨૫૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી હજી સુધી આ કંપની જમીન ઉપર કઈ જગ્યાએ પાર્ક બન્યો ? કેટલું વીજ ઉત્પાદન થયું ? ચાઈના ભારતના ‘મેપ(સુરક્ષા)’ સાથે રમત રમે કેન્દ્ર સરકાર ‘એપ’ ઉપર પ્રતિબંધ મૂકે પણ ખરેખર તો ચાઈનીઝ ચીજ વસ્તુઓની ભાજપ સરકાર ખરીદી ક્્યારે બંધ કરશે ? તે ગુજરાત જાણવા માંગે છે. દેશમાં સુરક્ષાને જાેખમમાં મૂકતી ચાઈનીસ કંપની સેનજેન સાથે ગુજરાત સરકારે કેટલા એમઓયુ કર્યા ? તે અંગે પ્રશ્ન કરતા ડો.મનીષ દોશીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૩માં ચાઈના ડેવલોપમેન્ટ બેંક કોર્પોરેશન દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત કરવામાં આવી ત્યાર બાદ વર્ષ ૨૦૧૫માં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે ૩૦,૦૦૦ કરોડના ૨૪ એમઓયુ કરી મસમોટા રોકાણની જાહેરાત કરી હતી જેમાં ટેક્સટાઈલ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટ સ્થાપવાની જાહેરાત થઈ. વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાઈનીઝ કંપની ૩૭,૫૦૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી. વર્ષ ૨૦૧૯માં ૧૦,૫૦૦ કરોડના રોકાણ સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ધોલેરા અને કરજણ ખાતે બનશે જેમાં ૧૫,૦૦૦ ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ થશે પરંતુ જમીન ઉપર કશું આવ્યું નથી અને સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ રિજિયન ધોલેરા પાંચ ઈંચ જ જેટલા વરસાદમાં બેટ-ટાપુ રૂપાંતર થઈ જાય છે. ત્યારે સામાન્ય જનતાને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અને બાળકોને ચાઈનીઝ રમકડાનો બહિષ્કાર માટે હલ્લાબોલ કરતાં કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ તેમના વિશેષ ચાઈના પ્રેમ અંગે દેશ અને ગુજરાતની જનતાને જવાબ આપે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!