બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં સભ્યપદે નિમણૂંક થતાં સન્માન કરાયું

તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ એવા અગ્રણી એડવોકેટ મહેન્દ્રસિંહ વાળાની નિયુકિત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. મહેન્દ્રસિંહ વાળા છેલ્લા કેટલાય સમયથી સોમનાથ વિસ્તારમાં વિવિધ સમાજ ઉપયોગી સેવા કાર્યો અને શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે સંકલન કરી વિવિધ સેવા પ્રકલ્પોમાં સહભાગી થઇ સેવા આપી રહેલ છે ત્યારે મહેન્દ્રસિંહ વાળાની ગીર સોમનાથ જીલ્લામાંથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે નિયુકતી કરવામાં આવતા તેમનું સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા, જીતુપુરીબાપુ, ઉમેદસિંહ જાડેજા તથા સ્ટાફ મીત્રોની ઉપસ્થિતીમાં સાગર દર્શન હોલ ખાતે વિશીષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે મહેન્દ્રસિંહ વાળાને રજવાડી સાફો પહેરાવી સોમનાથ મહાદેવની પ્રસાદ સાથે ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું . આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન મીલનભાઇ જોષીએ કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!