જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય સુર્વણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ રાધારમણદેવ દેશના જૂનાગઢના સૌ સંતો, હરિભકતોને ખાસ જણાવવાનું કે, દેશ – વિદેશની વૈશ્વિક વર્તમાન ‘‘કોરોના’’ મહામારીના સંકટના સંજાેગોમાં આપણા સર્વ મંદિરોમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન આપણે સૌ ઘણાં સમયથી ઓનલાઈન અને સોશ્યલ મિડીયા દ્વારા કરીને સુખ શાંતિ મેળવી છે અને તેમાં જ ભગવાનનો રાજીપો મેળવેલ છે. પરંતુ હાલમાં વધી રહેલા સંક્રમણ અને ખુબ ઝડપથી ફેલાઈ રહેલી મહામારીને ધ્યાને લઈ જૂનાગઢ ટેમ્પલ બોર્ડ તથા વડીલ સંતો- હરીભકતો અને નિષ્ણાંત વ્યકિતઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આજ તા.ર૧-૯-ર૦ર૦ સોમવારથી આપણા મંદિરોમાં હરિભકતોને દર્શન કરવા આવવાની રજા આપવામાં આવતી નથી તેમજ જયાં સુધી બીજાે નિર્ણય ન લેવાય ત્યાં સુધી જેમ અત્યાર સુધી ઓનલાઈન અને સોશ્યલ મિડીયા દ્વારા દર્શન કર્યા અને સંયમ જાળવ્યો છે તેવી જ રીતે સંયમ રાખવા વિનંતી છે. તેમજ ઉતારા તથા ભોજનાલય પણ સદંતર બંધ રહેશે. આગામી દર્શન ખોલવા બાબતે મંદિર વ્યવસ્થાપન સમિતી દ્વારા જાણ કરવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઈન દર્શન કરવા વિનંતી છે.
આ સાથે સૌ હરિભકતો ઓનલાઈન દર્શન કરી આવી મહામારીની આપદામાં સંપુર્ણ સહયોગ આપશે એવી અપેક્ષા કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી (પી.પી.સ્વામી) દ્વારા વ્યકત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!