જૂનાગઢમાં મંગલેશ્વર મંદિરની આગળની શેરી મંગલધામ -ર મધુરમ બાયપાસ નજીક રહેતા ગીતાબેન કિશોરભાઈ મકવાણા (ઉ.વ.ર૭) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છેકે આ કામના આરોપી હરીભાઈ ભીમજીયાણી, માનશીબેન હરીભાઈ, ઈલાબેન હરીભાઈ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરીયાદી પોતાના ઘરેથી ગાયોને રોટલી નાખવા બહાર આવતા આ કામના આરોપી નં.૧ એ પાછળથી પકડી લઈ કપડા ફાડી નાંખી તથા તમામ આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરીને મકાન ખાલી કરાવી નાંખવાની ફરીયાદીના પત્નીની નોકરી મુકાવી દેવાની અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા એસ.સી., એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ.રત્નુએ તપાસ હાથ ધરી છે. જયારે આજ બનાવના અનુસંધાને સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે કે, માનશીબેન હરીભાઈ ભીમજીયાણી (ઉ.વ.ર૪) રહેવાસી મધુરમ બાયપાસ મંગલધામ -ર વાળાએ આ કામનાં આરોપી ગીતાબેન કિશોરભાઈ મકવાણા, મંજુબેન નાથાભાઈ મકવાણા, કીરણબેન પ્રકાશભાઈ, જાનવીબેન પ્રકાશભાઈ અને શિવમ પ્રકાશભાઈ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના ઘરે આવતા હતા ત્યારે આરોપી નં.૧નાએ જુના મનદુઃખના કારણે ફરીયાદીને ગાડી સાથે પછાડી દઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી નં.(ર) (૩) પ્લાસ્ટીકના પાઈપથી મારવા લાગેલ. એવામા આરોપી નં.(૪) આવી ગયેલ તેની પાસે પણ પ્લાસ્ટીકનો પાઈપ હતો. તેના મારવ લાગેલા ફરિયાદી રાડારાડી કરતા સાહેદ ફરીયાદીના માતા-પિતા બચાવવા આવતા તેઓને પણ ભુંડી ગાળો આપી મારવા લાગેલ અને આરોપી નં.(પ) આવી ફરીયાદીના પિતાને પ્લાસ્ટીકના પાઈપથી ચાર – પાંચ ઘા મારી ભુંડી ગાળો બોલી એકબીજાની મદદગારી કરેલ. આ બનાવની વધુ તપાસ સી-ડીવિઝનનાં ઈન્ચાર્જ પીઆઈ વી.યુ.સોલંકી ચલાવી રહયાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews