પ્રભાસપાટણમાં સ્થાનીક પોલીસને અંધારામાં રાખી જૂનાગઢ સાયબર સેલનો જુગાર દરોડો : અડધા લાખના મુદામાલ સાથે ચાર ઝડપાયા

0

પ્રભાસપાટણમાં ઘાંચીવાડા વિસ્તારમાંથી જૂનાગઢ સાઇબર સેલના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી ચાર જુગારીઓને રોકડા રૂા.૩૮ હજાર તથા ચાર મોબાઇલ મળી કુલ રૂા.પ૮ હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જૂનાગઢ સાઇબર સેલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મુકેશભાઇ મોવલીયા, જે.વી. કુરેશી સહીતનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે પ્રભાસ પાટણ ઘાંચીવાડા વિસ્તારમાંથી અલ્ફાજ અયુબના રહેણાંક મકાનની સીડી પાસે જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર રમતા સોયબ આમદભાઇ માંગરોલીયા, શબ્બીર દાદાભાઇ કાલવાત, ઇમ્તીયાજ સુલેમાનભાઇ કાલવાત અને અલ્ફાજ અયુબભાઇને રોકડા રૂા.૩૮ હજાર તથા ચાર મોબાઇલ ફોન કીં. રૂા.ર૦ હજાર મળી કુલ રૂા.પ૮ હજારના મુદામાલ સાથે ચારેયને ઝડપી લઇ જુગારધારા કલમ ૧ર મુજબ પ્રભાસ પાટણ પોલીસમાં ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. કડછાએ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!