કોરોનાની મહામારી વચ્ચે GTU દ્વારા ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા યોજાઈ

0

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આજરોજ ઈજનેરી-ફાર્મસી સહિતની ફેકલ્ટીની ડિગ્રી ડિપ્લોમાની અંતિમ સેમેસ્ટરની ઓફલાઈનપરીક્ષા પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા પણ યોજવામાં આવી હતી. ઓફલાઈન પરીક્ષા માટે પ૪,પ૦૦ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જ્યારે ઓનલાઈન પરીક્ષા અંદાજે ૯ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આજે ડિગ્રી- ડિપ્લોમા માટે ઇજનેરી, ફાર્મસી સહિતની ફેકલ્ટીના અંતિમ સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા લેવાઈ હતી. આ ઓફલાઈન પરીક્ષા MCQમાં યોજાઇ હતી. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત સહિત કોરોનાની ગાઈડલાઈન સાથે પરીક્ષા યોજાઈ હતી. અંડરગ્રેજ્યુએટની સવારે ૧૦.૩૦થી ૧૧.૪૦ સુધી, પોસ્ટ ગ્રેજ્યુએટની બપોરે ૧થી ૨.૧૦ વાગ્યા સુધી અને ડિપ્લોમાની ૩.૩૦થી ૪.૪૦ વાગ્યા સુધી યોજાઈ હતી. આ ઓનલાઇન પરીક્ષા અંદાજે ૯૦૦૦ તેમજ ઓફલાઇન પરીક્ષા લગભગ ૮૦૦૦ વિદ્યાર્થીઓએ આપી છે. ઓફલાઈન પરીક્ષા માટે ૫૪,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા માટે નોંધણી થઇ હતી. રાજ્યમાં ૩૫૦ જેટલા કેન્દ્ર ઉપરથી પરીક્ષા યોજાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!