વેરાવળ નજીક પ્રખ્યાત કંપનીની માઇન્સમાં મૃત મગરનાં મૃતદેહને દાટી દીધો હોવાની ચર્ચા : તપાસ શરૂ

0

વેરાવળના રામપરા ગામમાં આવેલ પ્રખ્યાત સીમેન્ટ કંપનીની માઇન્સમાં બે દિવસ પૂર્વે અકસ્માતે મૃત પામેલ મગરના મૃતદેહને ગેરકાયદે રીતે દાટી બનાવ દબાવી દીધાની ચકચારી ઘટનાનો બાતમીના આધારે વનવિભાગે પર્દાફાશ કર્યો છે. આરક્ષિત વન્ય પ્રાણીના શેડ્યુલ વનમાં આવતી મગરના મૃતદેહને ગેરકાયદેસર રીતે દાટી દીધાની ઘટનાનું સત્ય બહાર લાવવા વન વિભાગના અધિકારીઓએ બે શકમંદોને ઉઠાવી પુછપરછ શરૂ કરી છે. જો કે, લોકોમાં ચર્ચાતી વિગત અનુસાર આ મામલે તટસ્થ તપાસ થશે તો મોટા ઘટસ્ફોટ સમી વિગતો બહાર આવશે. વેરાવળના રામપરા ગામે પ્રખ્યાત સીમેન્ટ કંપનીની માઇન્સની વિશાળ જગ્યા આવેલી છે. જેમાં આરક્ષિત વન્ય પ્રાણીના શેડ્યુલ વનમાં આવતી મગરનો મૃતદેહ દાટવામાં આવ્યો હોવાની બાતમી વનવિભાગને મળી હતી. જેના પગલે ગઈકાલે બપોરે વન વિભાગના અધિકારીઓએ માઇન્સની જગ્યામાં ખોદકામ કરાવી તપાસ હાથ ધરી હતી. જેમાં મગરનો મૃતદેહ મળી આવતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. આ ઘટના અંગે વેરાવળ રેન્જના આર.એફ.ઓ. રતનપરાએ એક વાતચીતમાં જણાવેલ કે, મૃત મગરને બહાર કાઢી પીએમ અર્થે નજીકના અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવેલ હતો. મગરનું મોત બે દિવસ પૂર્વે અકસ્માતમાં થયુ હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જણાઇ રહયુ છે. જો કે, પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકકીત જાણવા મળશે. હાલ, આ મામલે શંકાના આધારે આ વિસ્તારમાં રહેતા બે શકમંદોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મગર આરક્ષિત વન્ય પ્રાણીના શેડ્યુલ વનમાં આવે છે. ત્યારે આ ઘટનામાં મગરના મૃતદેહને ગેરકાયદે દાટી દેવા પાછળનો ઇરાદો શું હોઇ શકે ? તેમાં પ્રખ્યાત માઇન્સમાં કામ કરતા કોઇ કર્મચારીઓ કે પછી અન્ય ગ્રામજનો સામેલ છે કે કેમ? તેના જવાબ મેળવવા વન અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!