ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કામાં કાર્યરત છે જે અંતર્ગત (૧) જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશ્યલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ દ્વારા કોરોના વિષે જાગૃતિ ફેલાવીને લોકોને કોરોના વિષેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે,(૨) અનાજ/ફરસાણ/શાકની કીટ વિતરણ, (૩) નીઃશુલ્ક ટેલીફોનીક કાઉન્સેલિંગ સેન્ટર, (૪) ૨૪ કલાક ખડે પગે સેવા આપતા કોરોના-વોરિયર એવા પોલીસ સ્ટાફને ચા અને લીંબુ પાણીની લોકડાઉનના પ્રથમ દિવસથી જ સેવા (૫) સરકારને કોઈ જરૂરિયાત હોય જેમ કે હાલ લોકડાઉનમાં જી. જી. હોસ્પિટલમાં થેલેસેમિયા સામે બાથ ભીડતા બાળકોને લોહીની તાતી જરૂરિયાત છે તો તે માટે સહકાર વગેરે કામગીરી કરવામાં આવે છે, (૬) કોવિડ -૧૯ ને લીધે બેરોજગાર થયેલાને રોજગારી માટે “એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ બ્યુરો” અને “યુથ સપોર્ટ સેન્ટર”
તાજેતરમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ જેવા કે જી.જી. હોસ્પિટલ, જામનગર મહાનગરપાલિકા, પોલીસ ડીપાર્ટમેન્ટના સ્ટાફ હાલની મહામારીના સંજોગોમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે તે તમામ કોરોના વોરિયસનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિનામૂલ્યે ૩૦૦૦ બ્રાન્ડેડ એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા. આ ઉપરાંત જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં ઝુંપડપટ્ટીઓમાં વગેરેને ૨૦૦૦ વિનામૂલ્યે એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા. આમ કુલ ૫૦૦૦ માસ્ક આપવામાં આવેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews