કેશોદમાં દારૂનાં મોટા જથ્થાનો નાશ કરાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ લાખોની કિંમતના વિદેશી દારૂનો કેશોદના ભરડીયા વિસ્તાર ઉપર ખૂલી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમ્યાન પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર, નશાબંધી અધિકારી, એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ સહિત હાજર રહ્યાં હતાં. જાણવા મળતી વિગતો અનુસાર કેશોદ અને શીલ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ સમયે ઝડપી પાડી સીઝ કર્યો હતો. જે પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂની જુદી જુદી કંપનીની દારૂ, બિયર બોટલ ૧૯,૨૪૫ જેની કિંમત રૂા. ૭૪૬૩૦૦નો મુદ્દામાલ એકઠો કરી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તળે વિભાગીય પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ કેશોદ શીલ પોલીસ સ્ટાફ ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં કેશોદ શહેરના ભરડીયા વિસ્તારની ખૂલ્લી જગ્યામાં દારૂની બોટલો ગોઠવી બુલડોઝર ફેરવી દઇ વિદેશી દારૂના મસમોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ, શીલ સહિતના વિસ્તારોમાં વિદેશી દારૂનો ધમધમતો વેપલો ચાલી રહ્યાનું લોકચર્ચામાં આવ્યું છે. છાશવારે મસમોટો દારૂનો જથ્થો પોલીસ ઝડપી રહી છે ત્યારે આજે છેલ્લા થોડા સમય દરમ્યાન ઝડપાયેલ લાખોના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તે વેળાએ લોકો પણ દારૂનો થતો નાશ જોવા ઉમટી પડયાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!