Thursday, January 21

વેરાવળમાં ભાજપ સંગઠને સેવા સપ્તાહની ઉજવણી કરી


વેરાવળ-સોમનાથ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમીતે માસ્ક વિતરણ, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદોને ભોજન, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ તથા યુવા મોર્ચા દ્વારા બ્લડ ગ્રૃપીંગ કેમ્પ જેવા અનેક સામાજીક કાર્યો કરી સેવા સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મ્યુની. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ભંડેરીની હાજરીમાં દિવ્યાંગોને સાયકલ વિતરણ કરાયું હતું. આ તકે દેવાભાઇ ધારેચા, ઝવેરીભાઇ ઠકરાર, રાજશીભાઇ જોટવા, શૈલેન્દ્રસિંહ રાઠોડ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ, નગરસેવકો, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!