વંથલી પોલીસ લોકઅપમાં તોડફોડ કરી રૂા.૧૦ હજારનુંનુકશાન

વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામા આવેલ એક આરોપીએ તોડફોડ કરીને રૂા.૧૦ હજારનું નુકશાન પહોંચાડયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈછે. આ બનાવ અંગે વંથલી પોલીસ સ્ટેશનના પો.કો. રામભાઈ ધીરૂભાઈએ પોલીસમાં નોંધાવેલીફરીયાદ અનુસાર ઉપલેટાના કાથરોટા ગામના ભાવેશભાઈ ગોપાલભાઈ પારઘી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ આરોપી પ્રોહીબીશનના ગુનામાં લોકઅપમાં હતો અને પોલીસને બેફામ ગાળો દેતો હોય તેમજ ફરીયાદી સમજાવવા જતા આરોપી ઉશ્કેરાઈ જઈ લોકઅપનો સીસીટીવી કેમેરો ખેંચી પછાડી નાંખી તોડી નાંખી રૂા.૧૦ હજારનું નુકશાન કર્યાની ફરજમા રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!