ગુજરાત રાજયમાં કેફી દ્રવ્યો નાબુદ કરવા યોજાયેલ સ્પેશ્યલ ડ્રાઈવમાં પ૮ શખ્સો ઝડપાયા

0

ગુજરાત રાજયમાં નશીલા પદાર્થો, કેફી ઔષધો અને મનઃ પ્રભાવી દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃતિ સંપૂર્ણ નેસ્તનાબુદ કરવા તા. પ-૯-ર૦ર૦થી તા. રપ-૯-ર૦ર૦ સુધી ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશકની સુચના મુજબ પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાંઆવી હતી જેમાં ગાંજાના ૩૯ કેસમાં ૪ર આરોપી, અફિણના ૩ કેસમાં ૩ આરોપી, સીન્થેટીક ડ્રગ (મેફેડ્રોન, હેરોઈન)ના પાંચ કેસમાં ૪ આરોપી, ચરસના બે કસમાં પાંચ આરોપી, નશાયુકત બોટલ તથા કફ સીરપ બોટલ તેમજ ટેબ્લેટના ૩ કેસમાં ૪ આરોપીઓ ઝડપાયા હતા તેમજ પોષડોડાના ૧ કેસ કરાયો હતો. આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન કુલ પ૩ કેસમાં પ૮ આરોપીઓને ૧૧૦૩.ર૦૯ કિલોગ્રામ માદક પદાર્થ, કુલ કિંમત રૂા. ૧,૮૩,ર૭,૪૯પ સાથે ઝડપી લઈ પીઆઈટી એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!