દેશમાં કોરોના કેસો વધવા સાથે સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે. દેશભરમાં કોરોના સંક્રમિત કેસો ૫૫ લાખને આંબી જવા ઉપર છે તો સાજા થવાની સંખ્યા ૪૫ લાખથી આગળ વધવા જઇ રહી છે. જાેકે કોરોના મારક રસી ક્્યારે ઉપલબ્ધ થશે તેનો કોઈ સમય અંદાજ નથી. ત્યારે રાજકીય ક્ષેત્રે ખેડૂત બિલ પસાર થવા અનુસંધાને વિપક્ષો સહિત ખેડૂતવર્ગમાં ભારે ધમાસાણ મચી ગયું છે. જેમાં રાજ્યસભામાં જે રીતે ધ્વનિમતથી ખેડૂત બિલ પસાર થયું તેની સામે વિરોધ પક્ષો ભારે આક્રોશમાં છે તો બિલનો વિરોધ આકરી રીતે કરવા માટે વિપક્ષના ૮ સાંસદોને બરતરફ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડયા છે. અને તેમાં પણ સાંસદ કાર્યવાહીનો વિડીયો દેશભરમાં ફરી વળતા આમ પ્રજામાં પણ હવે કેન્દ્ર સરકાર સામે લોકોમા શંકા-કુશંકાઓના ઝાળા ફરી વળ્યા છે. લોકોમાં ભાજપની ઇમેજનો ગ્રાફ તળીયા તરફ ધસી રહ્યો છે…..! કાયદા અનુસાર લોકસભા, રાજ્યસભામાંથી બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલવા પડે ત્યારે તે બિલ કાયદો બને છે. પરંતુ ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં પંજાબ, હરિયાણા, તમિલનાડુ,કર્ણાટકમાં ખેડૂતોએ ભારે વિરોધ કરવા સાથે રસ્તા ઉપર આવી ગયા છે અને શુક્રવારે ભારતભરમાં આંદોલનનું આહવાન ખેડૂત મંડળો,યુનિયનો અને વિપક્ષોએ આપ્યું છે. તે સાથે રાષ્ટ્રપતિને બિલને મંજૂરી ન આપવા અપીલ કરી છે ભાજપા સાથી પક્ષ અકાલી દળ સહિતના વિપક્ષોએ અને ખેડૂતોએ બિલ મંજૂર ન કરવા અપીલ કરી છે. જાેકે ગુજરાત જેવા રાજ્યોએ તો ખેડૂતો બિલના વિરોધમાં રસ્તા ઉપર ઊતરી ન આવે તે માટે વરસાદ કે વરસાદી પૂરથી નુકસાન થયેલ ખરીફ પાકના વળતર માટે રૂ ૩૭૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો બિલ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે એટલે કેટલી અસર થાય છે તો શુક્રવારે ખબર પડે…..! ગૃહમાં ખેડૂતોના બે ખરડા પાસ પસાર કરાવવાના બાકી છે જે ગૃહમાં મુકાશે ત્યારે ભાજપાના સાથી પક્ષ અકાલી દળ સહિત વિરોધ પક્ષો આકરો વિરોધ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ તેની સાથે ખેડૂતો જે રીતે આગ બબુલા છે તે શાંત થશે કે કેમ…..? તે મોટો પ્રશ્ન છે. તેમાં પણ દક્ષિણ ભારતના ખેડૂતો તમામ રીતે બુધ્ધિશાળી ગણાય છે. અને કદાચ ખેડૂત આંદોલનનો દોર સંભાળી લે તેવી સંભાવના વધી પડી છે…..! કારણ કે બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે જે રીતે ખેડૂતોની વિશાળ સંખ્યામાં રેલી નીકળી અને ખેડૂત બિલ સામે ભારે આક્રોશ બતાવ્યો તેની મોટી અસર પંજાબ, હરિયાણા ઉપર પડી ગયો ત્યારે પંજાબ હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ રાજ્ય સહિતના ખેડૂતો ઉપર પડી છે. જ્યારે પંજાબ, હરિયાણાના ખેડૂતોએ રોડ, રસ્તા બ્લોક કરવા સાથે ભારે વિરોધ કર્યો હતો એટલે કે આંદોલન લાંબુ ચાલવાની સંભાવના વધી પડી છે….! તો કર્ણાટક ભાજપા સરકાર પણ વિટંબણામા પડી ગઈ છે….. ત્યાં શું બની શકે તે હાલમાં કહી શકાય તેમ નથી……!
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews