અનલોક-૪ : દેશનાં અમુક રાજયોની સ્કૂલોમાં બાળકનો કલકલાટ શરૂ

0

સરકારે અનલોક ૪.૦માં દેશભરમાં ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારીને કારણે છેલ્લા અનેક મહિનાથી શાળાઓ બંધ હતી. જો કે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ શાળાઓ ખુલશે અને તે જ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે. આ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલું રહેશે. ગાઈડલાઈન્સમાં ભારપૂર્વક કહેવાયું છે કે શાળાઓએ કોરોના વાયરસની રોકથામ માટે પ્રોટોકોલ્સનું કડકાઈથી પાલન કરવું પડશે. શાળાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શાળાઓ ખોલવાના, તેના પરિવહન, શાળા ચાલંુ કરવાનું સમગ્ર પ્લાનિંગ અને સ્વચ્છતા સંબંધિત તથા સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઇઝર્સ અંગેનાં તમામ દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યાં છે. સરકારના આ ર્નિણય બાદ અનેક રાજ્યોએ આંશિક રીતે ધોરણ ૯થી લઈને ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો ર્નિણય લીધો છે. પરંતુ અનેક રાજ્યો હજુ પણ શાળાઓ ખોલવા માટે તૈયાર નથી.
દિલ્હી : દેશની રાજધાની દિલ્હીએ પણ થોડા સમય માટે અંતર જાળવતા ૫ ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખી છે. આ આદેશ તમામ શાળાઓ માટે લાગું થશે. ભલે તે સરકારી હોય કે પછી ખાનગી અથવા દિલ્હી કેન્ટ હોય.
ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશની શાળાઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે હજુ કઈ સ્પષ્ટ કહી શકયા નથી પરંતુ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ સંકેત આપ્યા છે કે સપ્ટેમ્બરમાં શાળાઓ અને કોલેજ બંધ રહેશે. તેમણે કહ્યું છે કે કોરોનાના વધતા કેસને જોતા ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ આંશિક રીતે ખોલવાની સંભાવના પણ ખૂબ ઓછી છે.
બિહાર : આ ર્નિણયનો અડધો અમલ કરાયો છે. ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ પોતાના ૫૦ ટકા શિક્ષકો અને કર્મચારીઓને બોલાવી શકશે જ્યારે ૯થી ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ ગાઈડલાઈન્સ માટે શાળાએ જઈ શકશે. પરંતુ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજો ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ જ રહેશે.
ઉત્તરાખંડ : આ રાજ્યે પણ કોરોના સંક્રમણને જોતા હાલ શાળાઓ નહીં ખોલવાનો ર્નિણય લીધો છે. શિક્ષણમંત્રી અરવિંદ પાંડેએ કહ્યું કે જે પ્રકારે કેસ વધી રહ્યા છે તેને જોતા ૩૦ સપ્ટેમ્બર સુધી શાળાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે.
ઝારખંડ : આ રાજ્યમાં સરકાર ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાના પક્ષમાં નથી.
મધ્ય પ્રદેશ : મધ્ય પ્રદેશમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખૂલ્લી રહી છે. આ માટે શાળાઓ તૈયારીઓ પણ કરી રહી છે. શાળાઓને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. બે શિફ્ટમાં શાળાઓ ચાલશે.
રાજસ્થાન : અહીં પણ હજુ હમણા શાળાઓ નહીં ખૂલે પરંતુ ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરીથી ગાઈડન્સ માટે શાળાએ આવી શકશે. શિક્ષણ રાજ્યમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાનું કહેવું છે કે કેન્દ્રએ વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ અંગે શાળાએ આવવાનું કહ્યું છે ક્લાસ ચાલું કરવાનું નહીં.
હરિયાણા : હરિયાણા સરકારે ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. શિક્ષણ વિભાગે આ માટે પત્ર જાહેર કરીને તમામ નિર્દેશ પણ આપ્યા છે.
કેરળ : કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે કોરોનાના વધતા કેસ જોતા સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શાળા ખોલેજ ખોલી શકાય તેમ નથી.
આંધ્ર પ્રદેશ : આ રાજ્યમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખૂલ્લી રહી છે. અહીં ૫૦ ટકા ટીચિંગ સ્ટાફ અને કર્મચારીઓ શાળાએ આવી શકશે તથા વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરી પછી જ કક્ષામાં બેઠી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!