સુરત શહેરનાં એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાનાં માંડવી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૦૬, પ૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે. આ ગુનામાં જેઓ આરોપી છે તેવા સુરત શહેરનાં રાંદેર પોલીસ સ્ટેશનનાં પૂર્વ પોલીસ ઈન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ ગુનામાં સામેલ પોલીસ અધિકારીઓ અનધિકૃત રીતે રજા ઉપર ગયેલ હોય અને આ તપાસમાં સહકાર આપતા ન હોવાની ગેરવર્તણુકને ધ્યાને લઈને તથા ઉકત ગુનામાં તેમની શંકાસ્પદ ભૂમિકા જણાતા સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા તમામને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા. આ ગુનામાં નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે ડી.જી.પી. આશીષ ભાટીયા દ્વારા એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનું જાહેર હિતમાં ફરજ મોકુફીનું મુખ્ય મથક બદલાવતા તેમને અલગ-અલગા સ્થળે બદલી કરેલ છે. પી.આઈ. બોડાણાને પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા એમ અલગ-અલગ જીલ્લામાં મુકવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews